Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

મોરબીઃ આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી તા.૧૬: શૈક્ષણિક વર્ષ ૨૦૧૮ થી ગુજરાત સરકાર મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ ૨૦૦૯ તથા આર.ટી.ઇ. નિયમો - ૨૦૧૨ અંતર્ગત મોરબી જિલ્લાની તમામ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ - ૧ (એક)માં વિનામુલ્યે ૨૫% પ્રવેશ સંદર્ભે પ્રવેશપાત્ર બાળકો માટે આગામી તા ૧૯-૦૪-૨૦૧૮ થી ૦૫-૦૫-૨૦૧૮ સુધીમાં www.rtegujarat.org વેબ સાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.

આ ઓનલાઇન કરેલ અરજીઓની પ્રીન્ટકોપી અને જરૂરી આધારો સાથેની કોપી મોરબી જિલ્લામાં તાલુકાવાર શરૂ કરવામાં આવેલ અરજી સ્વીકાર કેન્દ્રો પર નિયત સમય મર્યાદામાં તા ૧૯-૦૪-૨૦૧૮ થી ૦૮-૦૫-૨૦૧૮ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન જમા કરાવવાના રહેશે. સ્વીકાર કેન્દ્ર ઉપર પણ ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે. તે માટે જરૂરી આધાર પુરાવા સાથે આવવાનું રહેશે. અરજદાર જરૂરી આધાર પુરવાની  વિગતો વેબસાઇટ પર પણ ઓનલાઇન જોઇે શકશે.

મોરબી જિલ્લામાં શરૂ કરાયેલ તાલુકાવાર અરજી સ્વીકાર કેન્દ્રો. જેમાં મોરબી તાલુકામાં આંબાવાડી તા. શાળા, પી.જી. કલોક પાછળ, વૈભવનગર મોરબી-૧, તાલુકા શાળા નં-૧ વી.સી. ફાટક સામે મણિમંદિરની બાજુમાં મોરબી, બી.આર.સી. ભવન, સાંમા કાઠે ત્રાજપર ચોકડી પાસે એસ્સાર પેટ્રોલ પંપની સામે મોરબી -૨, માળીયા મિયાણા તાલુકામાં તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખા, તાલુકાપંચાયત માળીયા (મિં), ટંકારા તાલુુકામાં શ્રી કન્યા પ્રાથમિક શાળા દેરી નાકા રોડ ટંકારા , વાંકાનેર તાલુકામાં રામકૃષ્ણ કુમાર તા. શાળા રામકૃષ્ણ નગર પંચાસર રોડ વાંકાનેર, હળવદ તાલુકામાં બી.આર.સી. ભવન સંસ્કાર વિદ્યાલયની સામે મોરબી દરવાજા, હળવદ ખાતે અરજીઓ સ્વીકારવામાં આવશે. જેની દરેકને નોંધ લેવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દવેની યાદીમાં જણાવાયું છે.(૧.૧)

 

(1:02 pm IST)