Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

રાજકોટમાં કેન્સરની બીમારીથી સુરેન્દ્રનગરના યુવાનનું મોત

ચાર દિવસ બાદ યશપાલભાઇ વાઘેલાની કોહવાયેલી લાશ મળતા ફોરેન્સીક પીએમ કરાયું

રાજકોટ, તા. ૧૬:  રૈયા રોડ ઇન્ડીયન પાર્ક સોસાયટી નજીક આર.એમ.સી.ના કવાર્ટરમાંથી સુરેન્દ્રનગરના યશપાલભાઇ નારણભાઇ વાઘેલા (ઉ.વ.૩૪) (વાલ્મીકી) ની કોહવાયેલી લાશ મળી આવી હતી. આ યુવાનનું કેન્સરની બીમારીના કારણે મૃત્યુ નિપજયું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ આવાસ યોજનાના કવાર્ટરમાંથી સુરેન્દ્રનગરના યશપાલભાઇ નારણભાઇ વાઘેલાની ચાર દિવસ બાદ કોહવાયેલી લાશ મળી આવતા યુનિવર્સિટી પોલીસે લાશનું  ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક યશપાલભાઇએ તા. ૧પ-૪-૧૬ના રોજ કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારથી યશપાલભાઇ વાઘેલા પરિવારથી અલગ રહેતા હતા અને ત્રણ માસથી રાજકોટ રૈયા પર આરએમસીના કવાર્ટરમાં હસુભાઇ શીયાળીયાના કવાર્ટરમાં ભાડે રહેતા  હતા તે પિતા શિક્ષક તથા માતા એક કંપનીમાં કોમ્પ્યુટર એન્જીનીયર છે પોતે રાજકોટમાં બેન્કમાં નોકરી કરતા હતા. તે બે ભાઇમાં મોટા હતા. તે ઘણા સમયથી એકલા રહેતા હતા. અને તેને ઘણા સમયથી કેન્સર અને ડાયાબીટીસ હોઇ, તેના કારણે તેનુંમોત નિપજયું હોવાનું જાણવા મળ્યું છે. (૯.૪)

(1:01 pm IST)