Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ચોટીલાના વડાળીમા જુગાર રમતા ૫ શખ્સોની ધરપકડ

ચોટીલા તા. ૧૬ : બામણબોર પોલીસે ચોટીલાનાં વડાળી ગામની સીમમાં જુગાર રમતા પાચ શખ્સોને ૬૫,૮૦૦નાં મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદપુર આઉટ પોસ્ટ નીચેના વડાળી ગામની સીમમાં કેટલાક શખ્સો ભેગા મળી તીન પત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે મોડી રાત્રે છાપો મારતા વડાળીનાં સુરેશભાઇ દાનાભાઇ આહિર, દેવરાજભાઇ પુંજાભાઇ, જસદણનાં દહિસરાનાં જેસિંગભાઇ, પીપળીયા ઢોરાના ભગાભાઇ ભરવાડ, અને મોણપર ગામનાં ડાહ્યાભાઈ ને પટમાંથી ૧૦ હજાર રોકડા સાથે પકડી પાડેલ હતા.

પોલીસે આ દરોડા દરમિયાન ૩ બાઇક રૂ. ૫૫,હજાર અને મોબાઇલ મળી કુલ ૬૫,૮૦૦ના મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ આણંદપુરનાં હેડ કોન્સ્ટેબલ એમ. આર. રાજપરાએ હાથ ધરેલ છે.(૨૧.૧૮)

 

(1:01 pm IST)