Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ડબલ મર્ડર પાછળના આટાપાટા

ઘર બહાર બેસેલા છોકરા સાથે બોલાચાલી થયા બાદ ભાજપના બે કાઉન્સીલરો વચ્ચે બઘડાટી બોલી ગઇઃ આદિત્યાણાની ઘટનાથી ચકચાર

પોરબંદર, તા. ૧૬ : આદિત્યાણા ડબલ મર્ડરમાં ગઇકાલે મોડી રાત્રીના ઘર બહાર બેઠેલા છોકરા સાથે ભાજપના કાઉન્સીલર વિંઝા રામદે મોઢવાડિયાને બોલાચાલી થયા બાદ નજીકમાં રહેતા ભાજપના કાઉન્સીલર મેર હાજા ઉર્ફે ટીડા વીરમ ખૂંટી બહાર આવેલ અને બન્ને કાઉન્સીલરો વચ્ચે ઝપાઝપી થતા છરી અને પાઇપ વડે હુમલો થયેલ જેમાં હાજા ઉર્ફે ટીડાએ દમ તોડી દીધો હતો સાથે હાજા ઉર્ફે ટીડાના મિત્રનો પણ ભોગ લેવાયેલ હતો આ ઝપાઝપીમાં  એક રબારી શખ્સને પણ ઇજા  થયાની ચર્ચા છે.

(12:57 pm IST)