Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં

મોરબી જિલ્લામાં સરકારની ફરજીયાત શિક્ષણ યોજના હેઠળ અરજીઓ કરવી

હળવદ તા. ૧૬ : શૈક્ષણિક વર્ષ ૨૦૧૮ થી ગુજરાત સરકાર મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ ૨૦૦૯ તથા આર.ટી.ઇ. નિયમો ૨૦૧૨ અંતર્ગત મોરબી જિલ્લાની તમામ બિન અનુદાનિત ખાનગે પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ માં વિનામુલ્યે ૨૫ટકા પ્રવેશ સંદર્ભે પ્રવેશપાત્ર બાળકો માટે આગામી તા. ૧૮ થી તા.૫-૫-૨૦૧૮ સુધીમાં () વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. આ ઓનલાઇન કરેલ અરજીઓની પ્રિન્ટ કોપી અને જરૂરી આધારો સાથેની કોપી મોરબી જિલ્લામાં તાલુકાવાર શરૂ કરવામાં આવેલ. અરજી સ્વીકાર કેન્દ્રો પર નિયત સમય મર્યાદામાં તા. ૧૯-૦૪-૨૦૧૮ થી તા. ૮-૦૫-૨૦૧૮ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન જમા કરાવવાના રહેશે. સ્વીકાર કેન્દ્ર ઉપર પણ ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે તે માટે જરૂરી આધાર પુરાવા સાથે આવવાનું રહેશે. અરજદાર જરૂરી આધાર પુરાવાની વિગતો ઉપરોકત વેબસાઇટ પર પણ ઓનલાઇન જોઇ શકાશે. મોરબી જિલ્લામાં શરૂ કરાયેલ તાલુકાવાર અરજી સ્વીકાર કેન્દ્રો નીચે દર્શાવ્યા મુજબના છે.જેની દરેકે નોંધ લેવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીદવેની યાદીમાં જણાવાયુ છે.

મોરબી તાલુકામાં આંબાવાડી તા.શાળા, પી.જી.કલોક પાછળ, વૈભવનગર મોરબી - ૧, તાલુકા શાળા નં.-૧ વી.સી. ફાટક પાસે એસ્સાર પેટ્રોલપંપની સામે મોરબી - ર, માળિયા મિંયાણા તાલુકામાં તા.પં. કચેરી શિક્ષણ શાખા, તા.પં. માળિયા (મિ.), ટંકારા તાલુકામાં શ્રી કન્યા પ્રાથમિક શાળા દેરી નાકા રોડ ટંકારા,  વાંકાનેર તાલુકામાં રામકૃષ્ણ કુમાર તા.શાળા રામકૃષ્ણ નગર પંચાસર રોડ વાંકાનેર, હળવદ તાલુકામાં બી.આર.સી. ભવન સંસ્કાર વિદ્યાલયની સામે મોરબી દરવાજા, હળવદ ખાતે અરજીઓ સ્વીકારવામાં આવશે.(૪૫.૩)

(12:03 pm IST)