Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પોરબંદર કોર્ટ દ્વારા એટ્રોસીટી એકટનો ગુનો દાખલ કરવા હુકમઃ બી-સમરી રદ્

પોરબંદર, તા. ૧૬ :. પોરબંદર સેસન્સ કોર્ટ દ્વારા દલીત સ્ત્રીઓની તરફેણમાં આપેલ ચુકાદો, પોલીસે ભરેલ બી-સમરી રદ્દ કરી એટ્રોસીટીઝ એકટ મુજબનો ગુન્હો દાખલ કરવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

પોરબંદર તાલુકાના બગવદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી લાખીબેન કેશુભાઈ ચાંચીયાએ ભારવાડા ગામે રહેતા કારાભાઈ મનુભાઈ ઓડેદરાના ખેતરે માંડવી વિણવા જતા તકરાર થતાં કારાભાઈ મનુભાઈ ઓડેદરા રહે. ભારવાડા તથા તેમના પત્નીએ મજુરીએ આવેલ દલીત સ્ત્રીઓને ખેતરમાંથી બહાર નીકળી જાવ તેમ કહી કાઢી મુકેલ તે અંગે ફરીયાદ નોંધાવેલી.

આ ફરીયાદના કામે પોલીસ દ્વારા ગુન્હો નોંધી તપાસ કરતા તપાસના અંતે પોલીસે કોઈ ગુન્હો બનતો નથી તેવી બી-સમરી ભરેલ પરંતુ ફરીયાદીએ પોતાના એડવોકેટ શૈલેષભાઈ બી. પરમાર મારફતે કોર્ટમાં એવી રજૂઆત કરેલ કે, આ કામે દલીત સ્ત્રીઓ પર અત્યાચાર થયેલ છે તથા એટ્રોસીટીઝ એકટની કલમ-૩(૧)(આર) મુજબ ગુન્હો બનતો હોય તેમ છતાં પોલીસે બી-સમરી ભરેલ હોવા છતાં ફરીયાદી તરફે વકીલ દ્વારા દલીલો કરતા પોરબંદર સેસન્સ કોર્ટે આરોપી સામે એટ્રોસીટીઝ એકટની કલમ-૩ (આર) અન્વયે ગુન્હો દાખલ કરવાનો હુકમ કરેલ છે.
આ કામમાં ફરીયાદી વતી પોરબંદરના એડવોકેટ શ્રી શૈલેષભાઈ બી. પરમાર રોકાયેલા હતા.(૨-૩)

 

(12:01 pm IST)