Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

વેરાવળના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો સાથે ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી

 પ્રભાસટાણ, તા. ૧૬: વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો સોમનાથ બાયપાસથી રેલીના સ્વરૂપમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે મહારેલી નીકળી હતી. ડો. આંબેડકરની ૧ર૭ જન્મ જયંતિ જય ભીમ જન્મોત્સવ સમિતિના નેજા હેઠળ બાબાસાહેબ સોમનાથ બાયપાસ સોમનાથી ગ્રામ્ય વિસ્તારના હજારોની સંખ્યા ભાલપરા નવા પ્લોટમાં ડો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી સમિતિના પ્રતિનિધિઓએ રેલીનું પ્રસ્થાન કરાવેલ તેવી જ રીતે સજયનગરથી સવારના સુચિત ડો. બાબાસાહેબ આંબેડકર કોમ્યુનીટી ભવનથી સવારના ૧૦ કલાકે સમિતિના પ્રતિનિધિઓ દ્વારા પ્રસ્થાન કરાવેલ. ભાલપરાથી નીકળેલી રેલી બંદર રોડ, ટાવર ચોક આવેલ તમામ સમાજના લોકો દ્વારા આવકાર આપી ઠંડાપીણાની વ્યવસ્થા પૂરી પાડેલ સમિતિના આમંત્રણને માન આપી વેરાવળ તાલુકાના તમામ ગામડાના યુવાનો તેમના મંડળો સાથે મહિલાઓ વિશાળ સંખ્યામાં હતાં. ઘણા વર્ષો બાદ જય ભીમ સમિતિના નેજા હેઠળ આવી મહારેલી નીકળેલ. વેરાવળ ખાતે વિશાળ સંખ્યામાં દલિત સમાજ દ્વારા જય ભીમ સમિતિના નેજા હેઠળ ઐતિહાસિક મ હારેલી નીકળેલ જે બપોરના ૧ કલાકે ટાવર ચોક પહોંચી અને બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરી આવેલ તમામ લોકોને જોમ અને જુસ્સો ભેર રેલીમાં દલિત સામાજનું જોરદાર પ્રદર્શન જોવા મળેલ હતું. આ રેલી અઢીથી ત્રણ કિલોમીટર સુધીની હતી જેથી ઠેર-ઠેર ટ્રાફીક જામ થયેલ હતું. પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા જાળવેલ હતી. (૮.૬)

(12:01 pm IST)