Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

માણાવદર કુલદીપ જીનીંગમાંથી રૂ.ર.ર૭ લાખની રોકડની ચોરી

નાના કાજલીયાળામાં ઘઉંની ચોરી

જુનાગઢ તા.૧૬ : માણાવદરમાં કુલદીપ જીનીંગમાંથી રૂ.ર.ર૭ લાખની રોકડની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળેલ છે.

માણાવરમાં મીતડી રોડ પર આવેલ કુલદીપ જીનિંગ એન્ડ પ્રોસીંગ ફેકટરીમાં રાત્ીરના સમયે તસ્કરો ખાબકયા હતા.

ઓફિસના દરવાજા નકુચા તોડી અને લોખંડના કબાટનાં પણ દરવાજા તેમજ લોક તોડીને તસ્કરોએ રૂ.ર.ર૭ લાખની રોકડની ચોરી કરીહતી.

આ અંગે જીનીંગ મીલમાં કર્મચારી જીતેન્દ્ર ભગવાનજીભાઇ સવસાણીએ ફરિયાદ કરતાં માણાવદરનાં પીએસઆઇ આર.કે. રાઠવાએ તપાસ હાથ ધરી છે.

ઘઉંની ચોરી

વંથલી તાલુકાના ઉપરના કાજલીયાળા મોહન અરજણ ટાંકની વાડીની ઓરડીઅમાંથી તસ્કરો ઘઉં રૂ.ર૬૦૦ના ઘઉં તેમજ અન્ય સામાન મળી કુલ રૂ.૩૪૦૦ના મુદામાલની ચોરી કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ થઇ છે. (૪.૧૦)

(11:57 am IST)