Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં અગ્નિવર્ષાથી લોકો ત્રસ્ત

લઘુતમ અને મહતમ તાપમાનમાં વધારો થતા લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ, તા., ૧૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને લઘુતમ તથા મહતમ તાપમાનમાં વધારો થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને પરસેવે રેબઝેબ થઇ રહયા છે.

જુનાગઢ

જુનાગઢઃ સોરઠનાં તાપમાનમાં સતત વધારો થતા લોકો અગ્નિવર્ષાથી ત્રસ્ત થઇ ગયો છે. છેલ્લા એક સપ્તાહથી બપોરનું તાપમાન ૧ ડીગ્રી વધી રહયું છે. રવિવારનું તાપમાન વધીને ૪૧.પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જેના પરીણામે આખો દિવસ લોકોને ગરમીનો સામનો કરવો પડયો હતો.

આજે જુનાગઢના સવારનું લઘુતમ તાપમાન ર૩.પ ડીગ્રી નોંધાયું હતું. અને વાતાવરણમાં ભેજનું પ્રકાશ ૮૬ ટકા રહેલ. જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ પ.૬ કી.મી.ની નોંધાઇ હતી.

સવારથી તાપમાન વધી રહયું હોવાથી આજે પણ ગરમીનો પારો ૪૧ ડીગ્રી આસપાસ રહેવાની શકયતા છે.

જામનગર

જામનગરઃ તાપમાન ૩પ મહતમ રપ લઘુતમ ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯.૭ કી.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

ભાવનગર

ભાવનગરઃ ગરમીનો પારો ૪૦ ડીગ્રીને આંબી જતા લોકો તોબા પોકારી ગયા હતા. બપોરે ગરમ લુ ફેંકાઇ હતી. ભાવનગર શહેરનું મહતમ તાપમાન ૪૦.૦ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૮.૦ ડીગ્રી નોંધાયું છે. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ રર ટકા અને પવનની ઝડપ ૧૦ કી.મી. પ્રતિ કલાકની રહી હતી ગરમીનું જોર વધતા લોકો અકળાયા હતા.(૪. ૧૨)

(11:56 am IST)