Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પાટણવાવના સમઢીયાળા ગામે જુગારના હાટડા પર એલસીબી ત્રાટકીઃ ૬ પકડાયા

જયંતી રૂપાપરા જુગાર રમાડતો'તો : ૧.૧પ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા., ૧૬: પાટણવાવના સમઢીયાળા ગામે વાડીમાં ચાલતા જુગારના હાટડા પર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને ૧.૧પ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જીલ્લા રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા અંતરીપ સૂદની સુચના મુજબ એલસીબીના ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ.ચાવડા તથા સ્ટાફના માણસો  પ્રોહી જુગાર ના કેશો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી નાઓને અગાઉથી ખાનગી બાતમી રાહે સચોટ હકિકત મળેલ કે જયંતીલાલ જીણાભાઇ રૂપાપરા રહે- સમઢીયાળા ગામ તા. ઉપલેટા જી.રાજકોટ વાળો પોતાના કબજા ભોગવટાની સમઢીયાળા ગામની કરાર સીમમાં આવેલ વાડીના મકાનમાં  જુગારનો અખાડો ચલાવે છે આ હકિકત આધારે રેઇડ કરી (૧) જયંતીલાલ જીણાભાઇ રૂપાપરા જાતે- પટેલ ઉ.વ. ૪૨ ધંધો- ખેતી રહે- સમઢીયાળા ગામ તા. ઉપલેટા  (૨) સલીમ હાસમભાઇ ગુલમામદભાઇ ગામેતી જાતે- સંધી ઉ.વ. ૩૪ ધંધો- ચુનાની મજુરી રહે- હાટફોડી ગામ તા. ઉપલેટા (૩) ભુપતભાઇ દાસાભાઇ ખાંભલા જાતે- રબારી ઉ.વ. ૩૭ ધંધો- ડ્રાઇવીંગ રહે- ઉપલેટા, અશ્વીન ટોકીઝ પાસે, રબારી પ્લોટ  (૪) અશરફભાઇ અલીભાઇ સમા જાતે- સંધી ઉ.વ. ૪૩ ધંધો- ડ્રાઇવીંગ રહે- નાગડખડા ગામ તા. ધોરાજી  (૫) રજનીકાંત મનસુખભાઇ કાલરીયા જાતે- પટેલ ઉ.વ. ૩૬ ધંધો- ખેતી રહે- ઉપલેટા, પોરબંદર રોડ, જવાહર સોસાયટી  (૬) જયેશભાઇ કાળુભાઇ મકવાણા જાતે- પ્રજાપતિ ઉ.વ. ૩૪ ધંધો- બાંધકામનો રહે- ઉપલેટા,કોલકી રોડ, વેસ્ટર્ન પાર્ક વાળાઓને જુગાર રમતા કુલ રોકડા રૂ. ૨૪,૭૦૦ /- ગંજીપતાના પાના  છ મોબાઇલ ફોન તથા ચાર મો.સા મળી કુલ રૂ. ૧,૧૫,૩૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેઓના વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ પાટણવાવ પો.સ્ટે. માં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે. આ કાર્યવાહિમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ.ચાવડા  પો.હેડ કોન્સ.મહિપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, તેજસભાઇ મહિધરીયા તથા પો.કોન્સ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા ડ્રા. પો.હેડ કોન્સ. અમુભાઇ વિરડા દ્રારા કરવામાં આવેલ છે.(૪.૧પ)

(11:55 am IST)