Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

માંગરોળમાં જનાક્રોશને પગલે સરકારી જમીન ઉપર દબાણ થતુ અટકયું...

લોક વિરોધને પગલે સરકારી જમીન ઉપરથી દબાણ દૂર થતુ દર્શાય છે (તસ્વીર-અહેવાલઃ અલ્પેશ લખલાણી-માંગરોળ)

 

માંગરોળ, તા. ૧૬ :. અહીંયા માટી ખાણના નામે ઓળખાતી સરકારી (રેવન્યુ)ની જગ્યામાં કચરો, ગંદકી, પથ્થરો નાખી ધીરે ધીરે બુરવામાં આવ્યા બાદ તેમના પર ગટરો, કાદવ, કીચડ ઠાલવવામાં આવતા રાહદારીઓ તથા વહેલી સવારે મોર્નીંગ વોક પર નીકળતા સીનીયર સીટીઝનોને દુર્ગંધથી ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસરને રજૂઆત થતા જેસીબીથી ગંદકી દૂર કરાયેલ અને જગ્યાને સમતળ બનાવી નાખવામાં આવી હતી. સમતળ જગ્યાને જોઈ કોઈ જમીન માફીયાઓએ કબ્જો જમાવવા માટે આશરે ત્રણેક ટ્રેકટર જેટલા પથ્થરો ઠાલવ્યાની જાણ જાગૃત નાગરીકને થતા જ સોશીયલ મીડીયામાં તસ્વીરો વાઈરલ કરવામાં આવી હતી. જેના પરિણામે સ્થાનિકોમાં જોરદાર વિરોધ ઉઠતા સ્થળ પર મામલતદાર શ્રી શાહ તથા પોલીસ સ્ટાફે દોડી જઈ પેશકદમી અટકાવી દીધી હતી.

આ મામલે ચીફ ઓફિસરને જાણ કરતા તૂરંત જ જેસીબી, ટ્રેકટરો સાથે સ્ટાફ મોકલી જગ્યા ખાલી કરાઈ હતી.(૨-૧૧)

(11:54 am IST)