Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

વેરાડ ગામે જુગારનો અખાડો

દેવભુમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક રોહન આનંદની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક જામખંભાળીયાઓના માર્ગદર્શન મુજબ પો. હેડ કોન્સ. મસરીભાઇ સાજણભાઇ ભોચીયા, પો. કોન્સ. પરેશભાઇ નારણભાઇ સાંજવા, નીલેષભાઇ હાજાભાઇ કારેણા, માલદેભાઇ હરદાસભાઇ કરંગીયા વિગેરે સ્ટાફના ગામમાં રહેતા જગદીશભાઇ બાવનજીભાઇ કણસાગરા પટેલ તા. ભાણવડ વાળો પોતાના મકાનમાં બહારથી માણસો ભેગા કરી અખાડો ચલાવે છે જે આધારે રેઇડ કરતા જુગાર રમતા સાત ઇસમને રોકડા રૂ. ૯૪૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ પ કિ. રૂ. ર૬૦૦/- મળી કુલ ૯૭૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:54 am IST)