Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ગોંડલમાં ડો. આંબેડકર જયંતિની ઉજવણી

ગોંડલ : બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે શહેર તાલુકા સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા આકર્ષક ફલોટ સહિત રેલીનું આયોજન કરાયું હતું. રેલી ભગવતપરમાંથી પ્રસ્થાન થઇ સેન્ટ્રલ સિનેમા ચોક, કડીયા લાઇન થઇ ખટારા સ્ટેન્ડ ડો. આંબેડકરની પ્રતિમા એ પહોંચી ભાવવંદના કરી હતી. રેલીમાં મેઘવાળ સમાજ ઉપરાંત શહેરના અન્ય જ્ઞાતિ મંડળોના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં જોડાયા હતા. ડો. આંબેડકર ઉત્સવ સમિતિના પ્રમુખ અર્જુનભાઇ પરમારઅને તેમની ટીમે વ્યવસ્થા જાળવી જહેમત ઉઠાવી હતી. જયારે આઇપીએસ વસાવા, ડી.વાય.એસ.પી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીઆઇ રામાનુજ સહિત પોલીસ સ્ટાફે બંદોબસ્ત જાળવ્યો હતો. રેલી નીકળી તે તસ્વીર. (૮.૪)

(9:27 am IST)