Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

જામનગરના રાજવીઓની આરોગ્ય ક્ષેત્રની ઉદારતા, દાતાઓની સખાવતને વિધાનસભામાં બિરદાવતા હકુભા

જામનગર, તા.૨૪ : ગુજરાતની વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માંગણી ૩૯ અને ૪૦ને લઇને આવ્યાં ત્યારે જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડજા (હકુભા)એ અનુમોદન આપતા અધ્યક્ષને જણાવ્યંુ હતંુ કે સમ્માનનીય ગૃહમાં ગુજરાતની પ્રજાની સેવા કરવાને બદલે ધારાસભ્ય ઉપર હુમલા થતાં હોય ત્યારે દુઃખની લાગણી પ્રસરી છે.

સાથે સાથે જામનગરના ગૌરવવંત રાજવીઓની આરોગ્ય ક્ષેત્રની ઉદારતા અને દાનવીર દાતાઓની સખાવતને બિરદાવી એમ પણ કહયંુ હતુ કે મત વિસ્તાર જામનગરમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજ અને જી.જી.હોસ્પિટલ આવેલી છે. જયાં મંત્રી આર.સી.ફળદુનો પણ વિસ્તાર  એ જ છે. ત્યારે વધુમાં પોતાના મત વિસ્તારમાં આરોગ્ય સેવાની વાત સાથે જ રાજાશાહી વખતના ઇતિહાસની યાદોને તાજુ કરી કહ્યંુ હતુ કે નવા નગર સ્ટેટ પુર્વ રાજવી શ્રી દિગ્વિજયસિંહે પોતાના રાજયના નાગરીકોને સારવાર મળે તે હેતુથી લોડ ઇરવિન હોસ્પિટલ બાંધી નવા નગરની અને હાલ જામનગરની જનતાને સમર્પિત કરેલ છે. જો કે એ હોસ્પિટલનંુ નામ બદલી ગુરૂગોવિંદસિંહ હોસ્પિટલ રાખવામાં આવેલ છે. હાલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી છે અને આઝાદી પછી સૌરાષ્ટ્રના રાજવી દિગ્વિજયસિંહજી અને દાનવીર એમ.પી.શાહની સખાવતથી મેડીકલ કોલેજ બંધાવી હતી.

(11:43 am IST)