Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

મોરબીમાં ચાઇનીઝ દોરી-તુક્કલ વેચતો વેપારી ઝડપાયો

મોરબી:ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરી સહિતની વસ્તુઓ પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં પણ બજારોમાં વેપારીઓ  બેફામ રીતે ચાઇનીઝ વસ્તુઓનું વેચાણ થઇ રહ્યું છે, તંત્ર દ્વારા પણ આવા વેપારીઓ સામે કાયદેસર પગલા લેવા માટે સજ્જ બન્યું છે. ત્યારે મોરબીમાં ગેંડા સર્કલ પાસે ભાવેશ નામની સીઝન સ્ટોરમાં તપાસ કરતા સ્ટોરના માલિક ભાવેશભાઈ દિનેશભાઈ કંઝારીયા (ઉ.૨૬) પાસેથી ચાઇનીઝ તુક્લ નંગ. ૯૦૦ તથા ચાઇનીઝ દોરી બોક્સ ૮૧૦૦ સહિતના મુદામાલ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે વેપારીની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

 

(11:21 am IST)