Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ગલ્ફ દેશોમાંથી થઇને ભારત ફરી રહેલ વહાણની મધદરિયે જળસમાધી

સલાયા : સલાયા બંદરથી ગલ્ફ દેશોમાં થઈને ભારત પરત ફરી રહેલા વહાણે મધદરિયે જળસમાધિ લીધી હતી. જોકે વહાણમાં સવાર તમામ નવ ખલાસીઓને બચાવી લેવાયા હતા ગલ્ફ દેશોમાંથી વહાણ સલાયા તરફ આવી રહ્યું હતું. તેવ઼ુ જાણવા મળેલ છે.

સલાયા બંદરનું ગોસે પીરા વહાણ રજીસ્ટર નંબર BDI ૧૨૯૯ સલાયાથી દુબઈ તરફ ગયું હતું જે આજે ગોલ્ફના દેશોમાંથી પરત ફરી દુબઈથી સોમાલિયાના રસ્તે ભારત પરત ફરી રહ્યું હોય જે દરમિયાન સાંજના સમયે સોમાલિયા નજીક મધદરિયે વહાણ અચાનક ડૂબવા લાગ્યું હતું અને વહાણે જળસમાધિ લીધી હતી. બનાવની જાણ થતા તુરંત કોસ્ટગાર્ડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને વહાણમાં સવાર તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતા જોકે વહાણ દરિયાના પાણીમાં ગરકાવ થયું હતું. વહાણે જળસમાધિ શા માટે લીધી તે રહસ્ય હજુ ઉકેલાયુ નથી. વહાણ કેવી રીતે દરિયામાં ડૂબી ગયું તે દિશામાં પણ તંત્રએ તપાસ ચલાવી છે તેમજ કોઈ ટેકનીકલ ખામી સર્જાઈ હતી કે કેમ તેવી પ્રબળ સંભાવનાઓ પણ જણાઈ આવે છે. એક માસમાં સલાયાનું બીજું વાહન ડૂબ્યું હોવાની માહિતી મળી રહી છે.

(12:19 am IST)