Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

અમરેલીમાં આંગડીયા કર્મચારીને ધોકો મારીને લૂંટ

થેલામાં કેટલી રકમ હતી? તે મુદ્દે તપાસનો ધમધમાટઃ ૪ શખ્સોની શોધખોળઃ કનકસિંહ રાજપૂત સારવારમાં

અમરેલી તા. ૧૩ : અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આંગડિયા પેઢીનો કર્મચારીને ધોકાનો ઘા ઝીંકીને કર્મચારી પાસેથી છરીની અણીએ લુંટ લચવી છે. લુંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આ શખ્સો થેલો લઇને નાશી છુટયા હતા. કેટલાની લૂંટ થઇ છે તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીમાં રહેતા કનકસિંહ ગંભીરસિંહ રાજપૂત મૂળ વતન પલી, તા. ઉંજાએ પોલીસ ફરિયાદ કરીને જણાવ્યું છે કે, ગુજરાત આંગડીયા સર્વિસના સ્ટાફ સાથે મેનેજર તરીકે રહું છું અને ફરજ બજાવું છું. ગઇકાલે રાતના ૯ વાગ્યા સુધી પેઢીમાં હાજર હતો અને સ્ટાફના નવેક વ્યકિત પણ હતા મારી સાથે કામ કરતા રામભાઇ નરશંગભાઇ નાડોદા અને તેનો દિકરો નવીનભાઇ તથા દશરથભાઇ પ્રજાપતિએ છેલ્લે સુધી હાજર હોય ૯ને ૫ મિનિટે આંગડીયા ઓફિસ બંધ કરીને છુટા પડયા હતા.

રાત્રીના ૯.૨૦ મીનીટે મારા મોબાઇલ ફોન ઉપર નવીનભાઇ રામભાઇ નાડોદાના નંબર ૯૨૨૭૭ ૯૬૬૧૩ ઉપરથી ફોન આવેલો તેણે જણાવેલ કે, મારા બાપુજી રામભાઇ સાયકલ લઇ ઘર તરફ આવતા હતા તે દરમિયાન સતાધાર સોસાયટી અને રોકડનગર વચ્ચે કોઇ અજાણ્યા ચાર શખ્સોએ પાછળથી બોથડ પદાર્થનો ઘા મારી થેલો લુંટી ગયેલ એટલે તમે સિવિલમાં આવો તેવું કહેતા હું સિવિલ હોસ્પિટલે ગયેલ ત્યાં રામભાઇ નાડોદા ટ્રોમા સેન્ટરમાં લોહી લુહાણ હતા.

આ અંગે ડોકટરને પૂછતા જણાવેલ કે, નાના મગજ ઉપર હેમરેજ થયેલ છે તુરંત રાજકોટ લઇ જવા વ્યવસ્થા કરેલ. બીજી તરફ રામભાઇ નાડોદાનો થેલો લુંટી ગયેલ તેમાં કેટલી રોકડ હતી બીજુ શું હતું તે અંગે જાણવા મળેલ નથી પરંતુ રામભાઇ ભાનમાં આવ્યે જ ખ્યાલ આવશે તેમ કનકસિંહ ગંભીરસિંહ પોલીસમાં જાહેર કરતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.(૨૧.૧૯)

(1:03 pm IST)
  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST

  • મુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST