Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ભાડુઆતની તરફેણમાં મકાન માલીકને કરાયો જર્જરીત બાંધકામનું પુનઃ નિર્માણનો હુકમ

મોરબી કોર્ટના રેન્ટ એકટની કલમ ર૩ મુજબ મહત્વનો ચુકાદો

મોરબી તા. ૧૩: મોરબીના મહે. પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજની કોર્ટમાં વર્ષ ર૦૧૦ માં ભાડુઆત દ્વારા દાદ માગતી અરજી કરવામાં આવી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા જજે ભાડુઆતની તરફેણમાં ચુકાદો આપ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના સિનિયર એડવોકેટ નિકુંજભાઇ કોટકે આ સમગ્ર કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબીના રવાપર રોડ ઉપર ગણેશ ભુવન નામે મિલ્કત આવેલ છે. જે સ્વ. દાના હીરા ભંખોડીયાના વારસ વાલજી રઘુભાઇ ભંખોડીયા હસ્ત છે. જેમાં છેલ્લા ૩૦ વર્ષથી વધુ સમયથી મનહરલાલ કેશવલાલ કોટક રહે. પ્રાણનગર શેરી નંબર ર, રવાપર રોડ મોરબી વાળાએ દુકાન/ગોડાઉન ભાડે રાખેલ હતી. છેલ્લા ૩૦ વર્ષથી ભાડુઆત મનહરલાલ કોટક પાસે કબજો હતો. ભુકંપ સમયે ભાડાની જગ્યામાં નુકશાની થઇ હતી. જેથી દુકાન/ગોા૯નમાં બેસી શકાય નહીં તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભાડુઆત મનહરલાલ કોટકે પોતાના ખર્ચે ક્ષતિગ્રસ્ત જગ્યા રીપેરીંગ કરાવી ભાડાની રકમમાંથી તે વસુલ કરવાની વાત પણ કબજેદાર વાલજીભાઇને કરી હતી. પરંતુ તેઓ માન્યા ન હતા અને બાદમાં ભાડુઆતે સવાલવાળી જગ્યા તોડી પાડી ત્યાં પુનઃ જૈસે થૈની સ્થિતિમાં બિલ્ડીંગ બનાવી આપવા રેન્ટ એકટની કલમ ર૩ મુજબ દાદ માંગી હતી. જે અન્વયે પ્રિન્સી. સીની. જજ આર. એમ. આસોદીયાની કોર્ટમાં વાદી-પ્રતિવાદીનો કેસ ચાલી જતા બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ ના. જજ દ્વારા વાદી (ભાડુઆત-મનહરલાલ કોટક)ના વકીલ નિકુંજભાઇ કોટકની દલીલો માન્ય રાખી હુકમ કરતા જણાવ્યું હતું કે, ભાડુઆતનો દાવો મંજુર કરાયેલ છે. હુકમમાં જણાવ્યા મુજબ વિવાદગ્રસ્ત જગ્યાના માલીકે (વાલજીભાઇ) વાદી (ભાડુઆત-મનહરલાલ) ના કબજા ભોગવટાની મિલકત જોખમી ભાગ પાડી ફરીથી ચણી રીપેરીંગ કરાવવાનો વાદી (ભાડુઆત) ને હકક-અધીકાર છે. તેથી મિલ્કના માલીકે જોખમી ભાગને પાડી ફરીથી જે તે સ્થિતિમાં ચણી આપવો તેવો મિલ્કતના માલીકને હુકમ કરાયો છે.

આ કેસમાં વાદી (ભાડુઆત) ના પક્ષેથી મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી નિકુંજભાઇ કોટક રોકાયેલા હતા.

(11:59 am IST)
  • મુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST

  • હવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે ​​તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના ​​કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી. access_time 12:45 am IST