Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

કોડીનારના ટ્રાફીકથી ધમધમતા શિંગોડા પુલની વચ્ચોવચ ગાબડા પડતા અકસ્માતનો ભય

કોડીનાર તા.૧૩ : કોડીનાર બાયપાસના ટ્રાફીકથી અતિ ધમધમતા રોડ ઉપર આવેલ શિંગોડા પુલની વચ્ચોવચ મસમોટા ખાડા પડતા અકસ્માત સર્જવાનો ભય ઉભો થયો છે.

કોડીનારના વેરાવળ-ઉના બાયપાસ રોડ પરિવહન માટેનો મુખ્ય માર્ગ છે. આ રોડ ઉપરથી જ દિવ અને સાસણ ગીર જેવા પર્યટન સ્થળો અને જીલ્લા કેન્દ્ર, વેરાવળ જવાનો મુખ્ય રોડ હોય અને આ રોડ ઉપર આવેલ શિંગોડા નદીના પુલ ઉપર ઘણા સમયથી પુલની વચ્ચોવચ મસમોટા ખાડા-ગાબડા પડી ગયા હોવાના કારણે અકસ્માત સર્જવાનો ભય ઉભો થયો છે.

આ ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિંગોડા પુલની ઉંચાઇ વધારે હોય, જો આ ખાડાઓના કારણે ન કરે નારાયણને અકસ્માત સર્જાય તો ભારે ખુવારી થવાનો અંદેશો છે ત્યારે આ રોડ ઉપર કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા પુલની મરમતની કામગીરી હાથ ધરાઇ તેવી વાહન ચાલકોની માંગણી છે.

(9:47 am IST)