Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કાલે જેતપુર પૂ. જલારામ બાપા મંદિરે લોહાણા મહાજન દ્વારા સમુહ પ્રસાદ કાર્યક્રમ રદ

કોરોનાના કારણે મંદિરે સરકારની ગાઇડ લાઇન મુજબ પૂજન-અન્નકોટ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ર૦: કોરોનાની વૈશ્વીક મહામારીએ હાલ ફરી વખત ફુંફાડો માર્યો હોય કોરોનાના કેસો વધતા આવતીકાલે સંત સીરોમણી  પુ. જલારામ બાપાની જન્મજયંતી હોય દર વર્ષે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યાર બાદ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ માટે સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ત્યાર બાદ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ માટે સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત જુનાગઢ રોડ પર આવેલ જલારામ મંદિરે પદ યાત્રીકોને રહેવા જમવાની વ્યવસ્થા તેમજ સવારથી પુજન-રામધુન-અન્નકોટ બાદ રાત્રે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મહામારી વ્યાપી હોય મંદિરના પ્રમુખ વિજયભાઇ જીવરાજાનીએ માહીતી આપતા જણાવેલ કે સરકારની ગાઇડ લાઇન મુજબ પુ.બાપાની જન્મ જયંતી ઉજવાશે. સવારે બાપાની સોડષોપચારે પુજનવિધી બાદ બપોરે અન્નકુટ આખો દિવસ અખંડ રામધુન અને રાત્રે ભોજનના બદલે પ્રસાદ વિતરણ કરાશે. મંદિરે દર્શનાર્થે આવનારે માસ્ક પહેરવું ફરજીયાત ઉપરાંત હાથ સેનેટાઇઝને કર્યા બાદ ગર્ભગૃહમાં પ્રવેશ કરવા દેવામાં આવશે. જેથી કોરોનાનું સંક્રમણ વધે નહી.

જેતપુર લોહાણા મહાજન દ્વારા વર્તમાન પરીસ્થિતિને અનુલક્ષી આવતીકાલે જલારામ જયંતીની ઉજવણી તેમજ સમુહ જ્ઞાતિ ભોજન મોહુફ રાખેલ તેમજ જલારામ મિત્રમંડળ ખોડપરા દ્વારા ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર કાઢવામાં આવતી તેનું પણ આયોજન રદ કરી માત્ર આરતી કરવામાં આવશે તેવું અખબારી યાદીમાં જણાવાયુ઼ છે.

(1:03 pm IST)