Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

જુનાગઢ-ભવનાથ વિસ્તારમાં લોકોની ભીડ વધતા પોલીસ દ્વારા માઇકમાં બોલીને સાવચેત રહેવા અપીલ

જુનાગઢ : તસ્વીરમાં પોલીસ ટીમ માઇકમાં જાહેરાત કરતી નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૦:  જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા  હાલમાં લોક ડાઉન મા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે  જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અંગે જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ.

હાલમાં દિવાળીના તહેવારો નિમિતે ખાસ કરીને દર્શન માટે તથા રોપ વે ના કારણે છેલ્લા બે દિવસથી  ભવનાથ વિસ્તારમાં બહારના જિલ્લા અને શહેરોમાંથી ફરવા માટે દ્યણા પ્રમાણમાં લોકો આવેલ હોઈ, માનવ મહેરામણ ઉમટી પડેલ હોઈ, ખૂબ જ ભીડ ભાડ નો માહોલ  સર્જાયેલ છે.  કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી  ચાલુ હોઈ, લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ  જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી  દ્વારા ખાસ કરીને ભવનાથ લોકોમાં જાગૃતિ લાવવા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજાને સુચનાઓ કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, ટ્રાફિક પીએસઆઇ એ.બી.દેસાઈ તથા સ્ટાફના હે.કો. રામદેભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય, યુસુફભાઈ, ઝવેરગીરી, વિપુલસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા  ભવનાથ વિસ્તારમાં આવતા દર્શનાર્થીઓ તથા યાત્રાળુઓ તેમજ પ્રવાસીઓને જાગૃત કરવા માટે માઇક ઉપર જાહેરાત કરી, હાલમાં હજુ કોરોના ગયો નથી, કોરોનાનું સંક્રમણ ચાલુ જ છે. બાળકો અને વૃદ્ઘોનું ખાસ ધ્યાન રાખો, માસ્ક પહેરો અને બીજાને પહેરાવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, વારંવાર હાથ સેનેટાઇઝર થી સાફ કરો અથવા સાબુથી ધોવાનું રાખો, કોઈપણ જગ્યાએ એકઠા થઈને ભીડ ના કરો, એકબીજાથી અંતર રાખો, માસ્કનો દંડ ભરવા કરતા, માસ્ક પહેરવાનું રાખો, તમારું સ્વાસ્થ્ય જાળવો, જાન હૈ તો જહાન હૈ, હાલના સંજોગોમાં બિન જરૂરી બહાર ના નીકળો, ફરવા કરતા તબિયત સાચવવી હિતાવહ છે, સ્વાસ્થ્ય જળવાશે તો, ફરવા તો પછી પણ અવાશે, કોરોના વાયરસથી સાવચેત રહો, વિગેરે સુચનાઓ માઇક દ્વારા રોપ વે સેન્ટર, લંબે હનુમાન, ભવનાથ મંદિર, જેવી જુદી જુદી જગ્યાએ આપી, લોકોને સાવચેત રહેવા જાણ  કરવાનો  નવતર પ્રયોગ  ચાલુ કરવામાં આવેલ છે.

હાલમાં ભવનાથ વિસ્તારમાં જે રીતે  બહારના યાત્રાળુઓ, પ્રવાસીઓની જે રીતે બેદરકારી ભરી ભીડના કારણે જુનાગઢ પોલીસ દ્વારા માસ્ક પહેર્યા વગર ફરતા બિલકુલ બેદરકાર યાત્રિકો, પ્રવાસીઓ, સહીત જૂનાગઢ શહેર, ભવનાથ, ભેસાણ, વિસાવદર સહિતના વિસ્તારના કુલ ૬૫ લોકોને રૂ. ૧,૦૦૦/- ના દંડ લેખે રૂ. ૬૫,૦૦૦/- નો દંડ પણ ફટકારવામાં આવેલ  હતા. હાલમાં જયારે માસ્ક નહીં પહેરવાનો દંડ રૂ. ૧,૦૦૦/- થયેલ છે, ત્યારે સામાન્ય નાગરિકો દંડ ભરવા સક્ષમ નથી હોતા એવા સંજોગોમાં લોકોને જાગૃતિ લાવવાના નવતર પ્રયોગની પ્રસંશા થઈ રહી છે અને માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા આવા  લોકોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા, માસ્ક પહેરવું અનિવાર્ય  હોવાનું અને  માસ્ક એ જ વેકસીન  હોવાનું જણાવી, જૂનાગઢ વાસીઓને  પોલીસ દંડ કરે, એ વિકલ્પ નથી પણ માસ્ક પહેરવું એ લોકોના હિતમાં હોવાનું  પણ સમજાવવામાં આવેલ હતું.  જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગની લોકોમાં પ્રસંશા થઈ રહી છે અને કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા બહાર નીકળતા લોકોએ હવે સાવચેતી રાખી, માસ્ક પહેરવા જોઈએ, એવી ભાવના પણ જાગૃત થયેલ  છે.

હાલના સંજોગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા લોકોના હિતમાં  માસ્ક પહેરવા જાગૃતિ લાવવાના નવતર પ્રયોગ થી જૂનાગઢ પોલીસની સકારાત્મક કાર્યવાહીની સર્વત્ર સરાહના થઈ રહી છે.

(1:03 pm IST)
  • આંધ્રમાં 25 સ્થળોએ સીબીઆઈ ત્રાટકી:આંધ્ર પ્રદેશમાં સીબીઆઈએ ૨૫ સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ ઓપરેશનમાં તેલુગુ દેશમ પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે access_time 11:12 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 40,909 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 89,99,049 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,41,727 થયા:વધુ 41,302 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,23,162 રિકવર થયા :વધુ 514 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,133 થયો access_time 1:16 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST