Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

મોટી પાનેલીમાં ૮ દિવસમાં તસ્કરો ન ઝડપાય તો ધંધા - રોજગાર બંધ

મોટી પાનેલી તા. ૨૦ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં છેલ્લા છ આઠ મહિનાથી તસ્કરોએ માઝા મૂકી છે. પાનેલીની મેઈન બજારો અને સિમ વિસ્તાર સાથે દરગાહમાં તસ્કરો દર મહિને પોલીસના ખોફ વિના બિન્દાસ રીતે આરામથી ચોરી કરી ફરાર થઇ જાય છે અને પોલીસ દર વખતે હાથ ઘસતી રહી જાય છે.

આટલા ચોરીના બનાવ છતાં હજુ સુધી તસ્કરો સુધી પોલીસના લાંબા હાથ પહોંચી ના શકતા પાનેલી વેપારીઓમાં ભારે ભય સાથે નારાજગી ફેલાયેલી છે. જેને પગલે વેપારી એશોશિએશન કાળઝાળ બન્યું છે.

વેપારી એશોશિએશને સીધો જિલ્લા કલેકટરનં લેટર લખી આકરી ચીમકી ઉચ્ચારેલ છે અને લખ્યું છે કે જો દિવસ આઠમાં ચોર હાથમાં નહીં આવે તો પાનેલીના તમામ વેપારીઓ અચોક્કસ મુદત સુધી પોતાના ધંધા રોજગાર બન્ધ રાખશે.તસ્કરોના વધી રહેલા દુઃસાહસ સામે વેપારીઓએ ના છૂટકે પોતાનું આખરી હથિયાર ઉગામ્યું હોવાનું માલુમ થાય છે.

(11:17 am IST)