Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

વડિયામાં દર્દી ઉપર હુમલો કરનાર તબીબની બોગસ ડિગ્રી હોવાનું ખુલ્યું

વડિયા તા. ૨૦ : કોરોના કાળમાં ડોકટરને લોકોએ ભગવાન સમાન ગણવા લાગ્યા છે. લોકો ના જીવ બચાવવા પોતાના જીવને પણ જોખમમાં મુકનાર ડોકટર એક સાચા કોરોના વોરિયર્સ સાબિત થયા છે. પરંતુ વડિયામાં ફિલિપાઇન્સથી MD ડોકટરની પદવી લઈને શ્રીનાથજી હોસ્પિટલ નામથી ઢોળવા નાકા પાસે હોસ્પિટલ શરૂ કરનાર સાગર પ્રાગજીભાઈ પટોડીયાએ દિવાળી પેહલા એક દર્દીને રિએકશન આવતા ફરી તેમની પાસે જતા તે દર્દી અને વડિયાના ઉપસરપંચ પર હિચકારો હુમલો કરતા દર્દી લોહી લુહાણ થયા હતા. આ દર્દી હજુ સારવાર હેઠળ છે. ત્યાર બાદ આ સાગર પટોડીયા નામના બોગસ ડોકટર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી.

આ ઘટના બાદ આ ડોકટરની ડિગ્રી બોગસ હોવા અને MCIની માર્કશીટના ડોકયુમેન્ટમાં પણ છેડછાડ કર્યાની વાત વાયુવેગે વડિયા વિસ્તારમાં ફેલાઈ હતી. ગામના જાગૃત લોકો દ્વારા આ બાબતે ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરતા તે ડોકટરની ડિગ્રી બાબતે અને હોસ્પિટલના રજીસ્ટ્રેશન બાબતે તપાસ કરાતા અનિડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હાર્દીક પીઠવા દ્વારા તપાસ કરતા આ ડોકટરની શ્રીનાથજી હોસ્પિટલનુ રજીસ્ટ્રેશન તેમના લેટર પેડ પરથી GMC Reg. G11012 હતુ. વાસ્તવમાં આ ડોકટર દ્વારા કોઈ હોસ્પિટલ કે પ્રેકિટસ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જ નથી તેવું માલુમ પડ્યું છે.

આ ઉપરાંત આ સાગર પટોડીયા નામના ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરેલ હોય તેમને ભારતમાં પેકિટસ કરવા માટે M.C. I.ની પરીક્ષા પાસ કરવાની હોય છે. આ પરીક્ષા ડિસેમ્બર ૨૦૧૯માં તેઓએ આપેલ પરંતુ તેમાં તેઓ નાપાસ થયેલા છે. આ પરીક્ષા પાસ કર્યા વગર વિદેશની ડિગ્રી ધરાવનાર વ્યકિત ભારતમાં પ્રેકિટસ કરી શકતો નથી પરંતુ આ મારકૂટમાં ઉંચી નામના મેળવેલ ડોકટર વાસ્તવ માં બોગસ ડોકટર નીકળતા તેમના વિરુદ્ઘ અનિડા પીએચસીના ડો. પીઠવા દ્વવારા પુરાવા એકત્ર કરી રજીસ્ટ્રેશન વગર હોસ્પિટલ ચાલુ કરવા, ખોટા રજીસ્ટ્રેશન નંબર લગાડવા MCI ની પરીક્ષા પાસ કર્યા વગર દર્દીને દવા આપી પેકિટસ કરવા બાબતે આઈ પીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ગુજરાત મેડિકલ પ્રેકિટસ એકટ ૧૯૬૩ અન્વયેની કલમ ૩૦ અને ૩૫ મુજબ ફરિયાદ નોંધાતા વડિયા વિસ્તારમાં માં ગલીએ ગલીએ આ બોગસ ડોકટરની ચર્ચા ચારે કોર સાંભળવા જોવા મળી છે.

 વાસ્તવમાં આવા વિદેશમાં પૈસાના બળ પર અભ્યાસ કરી દેશના મેડિકલ કાઉન્સિલની પરીક્ષા પાસ ના કરી શકે તેવા બોગસ ડોકટર કયારેય મેડિકલ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે નહિ અને આ ઘટના જેમ જ દર્દીઓને સાજા કરવાનાં બદલે હુમલાના બનાવ સામે આવે છે આવા લોકોના આરોગ્ય સાથે છેડા કરતા અને લોકોની જિંદગી જોખમમાં મુકતા બોગસ ડોકટર પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોક માંગણી થઇ રહી છે

(11:17 am IST)
  • વિશ્વ સુપ્રસિદ્ધ શ્રી અક્ષરધામ મંદિર બંધ રહેશે : અમદાવાદ શહેરમાં હવે કોરોના વાયરસનું સંક્રમણમાં બેફામ વધારો થયો હોય અમદાવાદ શહેરમાં તા.૨૦થી ૨૩ નવેમ્બર સુધી કર્ફયુ જાહેર કરેલ હોય જેના અનુસંધાને સૌની સલામતી જળવાય એ હેતુ સાથે ગાંધીનગરમાં આવેલ સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પણ આ દિવસો દરમિયાન બંધ રહેશે access_time 11:25 am IST

  • ફેબ્રુઆરીમાં મેડિકલ કર્મચારી અને સિનિયર સિટીઝન માટે તથા એપ્રિલમાં દેશભરની પ્રજા માટે ઓકસફર્ડ કોરોના વેકસીન મળતી થઈ જશે : ભારતમાં ઓકસફર્ડ કોવિડ વેકિસન કોરોના વોરિયર્સ/ હેલ્થ કેર કર્મચારીઓ તથા સિનિયર સિટીઝનોને ૨૦૨૧ના ફેબ્રુઆરી આસપાસ મળતી થઈ જશે. જયારે દેશની સામાન્ય પ્રજા માટે એપ્રિલ સુધીમાં ઓકસફર્ડ કોરોના વેકિસન મળવા લાગશે. તેના બે ડોઝની વધુમાં વધુ કિંમત ૧૦૦૦ રૂપિયા આસપાસ રહેશે તેમ સિરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું છે. access_time 12:52 pm IST

  • એક લેબ્રાડોર ડોગ, અને બે માલીક, હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ : હોશંગાબાદમાં એક લેબ્રા ડોગ પર બે લોકોએ માલિકી હક્ક બતાવ્યો :મામલો વધુ બિચકાતા પોલીસ મથકે પહોંચ્યો : બંને પક્ષોએ પોતાની તરફેણમાં કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરતા પોલીસ પણ ચકરાવે ચડી : હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ access_time 12:52 am IST