Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસ આવતા ૫ કન્ટેઇમેન્ટ વિસ્તારો

પોરબંદર ,તા.૨૦: પોરબંદર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના પોઝીટીવ કેસ આવતા વાયરસનાં ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪,ધ ડીઝાસ્ટર મેનજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા કલમ-૩૪ અને ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન૨૦૨૦ની કલમ-૨ અન્વયે પોરબંદરના ૫ વિસ્તારમાં તા.૧૯નવેમ્બરથી તા.૧૭ ડિસેમ્બર સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર નક્કી કરી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

(૧) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં રાવલીયા પ્લોટ વિસ્તારમાં પીરની દરગાહની સામે મુળભાઈ ઘેલાભાઈ વાઢેરનું ઘર.

(૨)પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરમાં એરપોર્ટ સામેના વિસ્તારમાં વૃજભવન સોસાયટી શેરીનં.-૨માં ઉત્ત્।રે મંગળાબેન નાથાલાલ જોશીની બાજુના બંધ ઘર થી દક્ષિણે રાજુ સવદાસ કારાવદરાના ઘર સુધીનો વિસ્તાર.

(૩) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના જીનપ્રેસ ઝુંડાળા વિસ્તારમાં જિનપ્રેસ મેઈન રોડ થી દક્ષિણે રાઘવજી ખીમજી ધોકીયાનું ઘર.

(૪) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના સીતારામ નગરના નંદભુવન એપાર્ટમેન્ટમાં બ્લોકનં.૬૦૧,૬૦૨,૬૦૩.

(૫) પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં પી.એસ.આઈ. કવાર્ટરમાં કવોર્ટર નં.-૪ સુધીના વિસ્તારને ૧૭-૧૨-૨૦૨૦ સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કરેલ છે. માલ અને સેવાઓ આપૂર્તિ માટે (પરવાનગી સાથે) અને મેડીકલ ઇમરજન્સી માટે વ્યકિતઓની અવર-જવર,આ હુકમ સરકારી ફરજ ઉપરના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને લાગુ પડશે નહી,કન્ટેઇમેન્ટ ઝોનમાં ફકત આવશ્યક સેવાઓ ૭-૦૦ કલાક થી ૧૯.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

(11:10 am IST)