Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મોરબીના લાલપર નજીક ઉભેલા ટ્રક પાછળ બાઈક ધુસી જતા ચાલકનું મોત

 

મોરબીના લાલપર ગામ નજીક ઉભેલ ટ્રકના પાછળ ધુસી જતા મોટર સાઈકલ ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  મળતી વિગત મુજબ મોરબી જેતપર રોડ પર આવેલ રોઝો કેમિકલ્સ નજીક રહેતા ધર્મેન્દ્ર કૈલાશભાઈ ઉર્ફે ભાવસીંગભાઈ બામનીયા પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ ડી ૩૨૫૮ વાળું લઇને પુરપાટ ઝડપે જતા હોય દરમિયાન લાલપર ગામ નજીક પહોચતા મોટર સાઈકલ પરથી કાબુ ગુમાવતા આગળ ઉભેલ ટ્રક જીજે ૩૬ ટી ૩૪૯૪ ના પાછળના ભાગે ધુસી જતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(1:04 am IST)