Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

હળવદ અને મોરબીમાં સુરક્ષાગાર્ડ તથા સુરક્ષા સુપરવાઇઝરની ભરતી-રજીસ્ટ્રેશન કેમ્પ યોજાશે

 

મોરબી : બેરોજગાર યુવાનોને રોજગારી મળે તે માટે સિકયોરીટી સ્કીલ્સ કાઉન્સીલ ઇન્ડીયા લિમિટેડ-માણસા(ગાંધીનગર) દ્વારા તા.૨૧ ના રોજ હળવદ મોડેલ સ્કુલ ખાતે તેમજ તા. ૨૨ ના રોજ વી.સી. ટેક. હાઇસ્કુલ મોરબી ખાતે સુરક્ષા ગાર્ડ તથા સુરક્ષા સુપરવાઇઝરની ભરતી-રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

સુરક્ષાગાર્ડ માટે વય મર્યાદા ૨૦ થી ૩૫ વર્ષ, શૈક્ષણીક લાયકાત ૧૦ પાસ/નાપાસ, ઉંચાઇ-૧૬૮ સે.મી., વજન-૫૨ કિલો તેમજ સુપરવાઇઝર માટે વયમર્યાદા ૨૧ થી ૩૫ વર્ષ, શૈક્ષણીક લાયકાત ૧૨ પાસ કે બી.., ઉંચાઇ-૧૭૦ સે.મી. રહેશે અને પગાર રાજય સરકારના નિયમાનુસાર રહેશે.

બેરોજગાર યુવાનો ભરતીમાં સામેલ થવા માગતા હોય તેવા ઉમેદવારો શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રો, બે ફોટા, આધારકાર્ડ, તેમજ લીવીગ સર્ટીફિકેટ લઇ સવારના ૧૦ થી સાંજે વાગ્યા સુધીમાં ઉપસ્થીત રહેવા ડેપ્યુટી કમાન્ડેન્ટ, રીજીનલ ટ્રેનીંગ સેન્ટર, માણસા (ગાંધીનગર) ની યાદીમાં જણાવ્યું છે

(1:01 am IST)
  • પાકિસ્તાને ભારત સાથે અંશતઃ પોસ્ટલ સેવા ફરી શરૂ કરી : પાકિસ્તાને પોતાની ભુલ સુધારતા ત્રણ મહિના સુધી પોસ્ટલ સર્વિસ અટકાવી રાખ્યા બાદ ભારત સાથે ટપાલ સેવા ફરીથી શરૂ કરી છે. જોકે પેકેજ-પાર્સલો બંધ રાખ્યા છે. ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરાયા બાદ પાકિસ્તાને બંને દેશ વચ્ચે પોસ્ટલ સેવા બંધ કરી હતી. access_time 11:33 am IST

  • મધ્યપ્રદેશમાં ગાંજાની ખેતી કરવી હવે કાયદેસર ગણાશે : કેન્સરની બનશે દવા :સરકાર નિયમ 1985માં કરશે ફેરફાર :અફીણની માફક ગાંજાની પણ ખેતી કરી શકાશે :દરવર્ષે લાયસન્સ અપાશે : ખેતીના ફાયદા ગણાવતા જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ખેતીથી કેન્સર જેવી બીમારીઓની દવા બનાવાશે :આ ગાંજો નહીં પણ હેમ્પની ખેતી થાય છે : ઉત્તર પ્રદશ અને ઉત્તરાખંડમાં પણ આ ખેતી થાય છે access_time 1:12 am IST

  • શ્રીલંકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ ગોટબાયા રાજપક્ષેએ પોતાના મોટાભાઈ મહિન્દા રાજપક્ષેને પ્રાઈમ મિનિસ્ટર બનાવ્યા access_time 8:04 pm IST