Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જેતલસરનાં બાવાપીપળીયામાં ૩ ઘેટા અને શ્વાનનું મારણ કરતો દિપડો

૩ દિપડાના આંટાફેરાથી ખેડૂતો ભયભીત : પાંજરૂ મુકવા માંગણી

જેતલસર તા.૨૦: છેલ્લા એકાદ અઠવાડિયા થયા જેતલસર પંથકના બાવાપીપળીયા ગામે આંટાફેરા કરતાં દીપડાએ ગઈકાલે રાત્રે ત્રણ દ્યેટાં અને એક સ્વાનનું મારણ કરીને આતંક મચાવતા પશુપાલકો અને  ખેડૂતોમાં ભય ફેલાયો છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ એક સાથે ત્રણ દીપડાં  બાવાપીપળીયા ગામની સીમને ધમરોળી રહ્યા છે. આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરું મૂકવા ગામના સરપંચ અરવિંદભાઈ ગુજરાતીએ વનખાતાને જાણ કરી છે.

આ બાબતે મળતી વિગતો મુજબ જેતલસર પંથકના બાવા પીપળીયા ગામે છેલ્લા એકાદ અઠવાડિયા થયા દિપડા જેવા જંગલી જાનવરના આંટાફેરા વધ્યા હોવાની પશુપાલકો તેમજ ખેડૂતો માટે દહેશત ફેલાઈ હતી. જયાં સુધી કોઈ જનાવર નજરે ન પડે ત્યાં સુધી આ બાબતે વનખાતાને જાણ કરવી કે નહીં તે બાબતે ગામ ગ્રામજનો ઉપરાંત પંચાયત સૂત્રો અવઢવમાં હતા.

પરંતુ ગઈકાલે રાત્રે ગામના ભલાભાઇ રાજાભાઈ ડાભી નામના પશુપાલકના ત્રણ દ્યેટાં અને ગામના એક શ્વાનને  ઉપાડી જઇને દીપડાએ મારણ કરતાં લોકોમાં  દિપડા દ્વારા ઉપાડી જવાયેલા દ્યેટાંની તપાસ કરાતા  એક મૃત દ્યેટું વૃક્ષ ઉપરથી અને બીજું ગામની સીમમાંથી મળેલી  ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. ત્રીજું દ્યેટું હજુ સુધી મળ્યું નથી.

બીજી બાજુ આજે વહેલી સવારે પણ દીપડાએ એક શ્વાનનું  મારણ કર્યુ હોવાની વાત બહાર આવી હતી. ગામના સરપંચ  અરવિંદભાઈ ગુજરાતી તેમજ તલાટી મંત્રી ચંદ્રેશભાઇએ આ બાબતે લાગતા વળગતા જેતપુરના વનખાતાને જાણ કરીને બાવા પીપળીયા ગામની સીમ વિસ્તારમાં તાત્કાલિક પાંજરા મૂકીને પશુપાલકો તેમજ ખેડૂતોમાં ફેલાયેલા ભયને દૂર કરી, પશુપાલકોના જાનમાલનું રક્ષણ કરવાં માગણી કરી છે.

(3:54 pm IST)