Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

પોરબંદરથી સાબરમતી દાંડી યાત્રા ધોરાજીમાં

૧૫ જેટલા સાહિત્યકારો પ્રારંભ કરેલ જે ૫૭ દિવસ અને ૯૦૦ કિલોમીટર ચાલીને ગાંધીજીનો શાંતિનો સંદેશઃ 'આવો લકિરે મિટાદે'આપશે શાહબુદ્દીન રાઠોડનો કાર્યક્રમઃ સાંજે ૪ કલાકે બાપુના બાવલા ચોકથી થી ડેપ્યુટી કલેકટર કચેરી સુધી પદયાત્રામાં નગરજનો જોડાશ

ેધોરાજી, તા.૨૦: પોરબંદર થી સાબરમતી દાંડી પદયાત્રાઙ્ગ તારીખ ૧૪ ના રોજ પ્રારંભ થયેલ જે પદયાત્રા સ્નેહ શાંતિ સંવાદ સાથે પદયાત્રા નીકળેલ છે પદયાત્રા કુલ ૫૭ દિવસ માં ૯૦૦ કિલોમીટર ચાલીને ૧૫ જેટલા સાહિત્યકારો ગુજરાતમાં ગાંધીજીનો સંદેશ પહોંચાડશેઙ્ગ જે પદયાત્રા આજે બુધવારે બપોરે ૧૨ૅં૦૦ઙ્ગાૃક્નઙ્ગચ ધોરાજી ખાતે પધારશે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે બાદ સાંજે ૪ૅં૦૦ કલાકે બાપુના બાવલા ચોક ખાતેથી પદયાત્રામાં ધોરાજીના ગાંધી વિચારધારા સાથે જોડાયેલા તમામ લોકો જોડાશે આગેવાનો જોડાશે શિક્ષણ સંસ્થાના શિક્ષણવિદો પણ જોડાશે જે પદયાત્રા સ્ટેશન રોડ ગેલેકસી ચોક થઈ ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે પૂર્ણ થશે બાદ ધોરાજી લેવા પટેલ કન્યા વિનય મંદિર ખાતે વિદ્યાર્થી ભાઈ-બહેનો સાથે બે કલાક ગાંધીજીના વિચારો પર ગોષ્ટીકરવા માં આવશે જેમાં પ્રિન્સિપાલ જે કે ઠુંમર જે જી ધુલિયા આચાર્ય સુપેડી હાઇસ્કુલ બી.આર.સી અમિતભાઈ વિરોજા વિગેરે અગ્રણીઓ કાર્યક્રમમાં જોડાશે બાદ ધોરાજીની વિવિધ સ્કૂલોમાં પણ પદયાત્રિકો મુલાકાત લેશે અને વિદ્યાર્થીઓ સાથે ગાંધીજીના વિચારોની આપ લે કરશે બાદ રાત્રીના ૮ૅં૩૦ કલાકે જેતપુર રોડ ખાતે આવેલ ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઓડિટોરિયમમાં હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ નો કાર્યક્રમ માં આઓ લકીરે મિટાદે વિષય ઉપર ગાંધીજીના વિચારોને શાહબુદ્દીન રાઠોડની મધુર વાણી દ્વારા કાર્યક્રમ પીરસવામાં આવશે આ પ્રસંગે ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ ના હિતેશભાઈ ખરેડ પ્રિન્સિપાલ જે કે ઠુંમર અગ્રણીઓ જોડાશે

આ સાથે ધોરાજીમાં ૧૫ જેટલા સાહિત્યકારો બહુમાન કરવામાં આવતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નો લાભ લેવા જે કે ઠુમરની યાદીમાં જણાવાયું છે.(

(1:19 pm IST)