Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

સુરેન્દ્રનગર પાટડીમાં ડેંન્યુએ યુવતિનો ભોગ લીધો

વઢવાણ,તા.૨૦: સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળાએ માથું ઊંચકયું ત્યારે શહેરમાં અને જિલ્લાના તાલુકા મથક ભયંકર રોગચાળો ફેલાયો છે ત્યારે જિલ્લાના તાલુકા માં ડેન્ગ્યુના કેસ નો ભારે ફાળો રહેલો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામ ખાતે એક મહિલાનું ડેન્ગ્યુમાં સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત થયું છે

આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ પાટડી તાલુકાના બજાણા રોડ ઉપર રહેતા બજાણા રોડ ઉપર રેલવે ફાટક પાસે ઝુપડપટ્ટી વિસ્તાર આવેલો છે જયાં એક યુવતીને ડેંગ્યૂ થતાં પ્રથમ વિરમગામ અને બાદમાં અમદાવાદ સારવાર માટે લઇ જવામાં આવી હતી જયાં સારવાર દરમિયાન માં એવું તેનુ મોત નિપજતા ઝુપડપટ્ટી વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાયો છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકા ના જેનાબાદ ઝીંઝુવાડા અને પાટડી ખાતે ૧૦૦ જેટલા કેસો માંદગીના નોંધાયા હતા ત્યારે ડેન્ગ્યુના કેસો પણ ધ્યાને આવ્યા હતા ત્યારે પાટડી બજાણા પાસે રેલવે ફાટક પાસે ના વિસ્તારમાં રહેતા અને રણમાં મીઠું પકવતા પ્રતાપભાઈ મણાભાઈ ની પુ્ત્રી કાજલને થોડા દિવસ તાવ આવતા જેને ખાનગી દવાખાનામાં સારવાર અને રિપોર્ટ કરાવતા તેને ડેન્ગ્યુના લક્ષણો જોવા મળ્યા હતા ત્યારે કાજલને વિરમગામ સારવાર માટે લઈ જવાયા બાદ વધુ તબિયત બગડતા તેને અમદાવાદ લઈ જવામાં આવેલ હતી જયાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું છે.(

(1:24 pm IST)