Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

તકલાદી નિત્યાનંદને દેશવટો આપો

જુના અખાડાના ઇન્દ્રભારતી મહારાજનું એલાન : સાધુ સમાજ બહિષ્કાર કરશેઃ સમાજ, ધર્મ અને દેશનને કલંકિત કરે તેવા સાધુની અમારે જરૂર નથી

સોશ્યલ મીડીયામાં વાયરલ સાધુ નિત્યાનંદનની તસ્વીરો નજરે પડે છે.

જુનાગઢ, તા. ર૦:  હંમેશા વિવાદો માં રહેતા સાધુ નિત્યાનંદ ના અમદાવાદ આશ્રમ ના વિવાદમાં જૂના અખાડાના ના સાધુએ મોટું નિવેદન આપ્યું છે, નિત્યાનંદ સાથે જોડાયેલા વિવાદ મામલે આજે દશનામ જુના અખાડાના ઉપાધ્યક્ષ, જૂનાગઢના ગીરનાર મંડળના અધ્યક્ષ, અને વરિષ્ઠ સંત ઇન્દ્રભારતી મહારાજે મીડીયા સમક્ષ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે આપ્યું છે. સમાજ અને ધર્મને કલંકિત કરે તેવા સાધુની અમારે જરૂર નથી, આવા તકલાદી સાધુને દેશવટો દેવો જોઈએ અને જુના અખાડાના સાધુ નિત્યાનંદ નો બહિષ્કાર કરશે.

ત્યારે આજે સાધુ સંતોને કોઈપણ આવા વિવાદમાં પડવું ના જોઈએ. જો પડવાથી ધર્મને હાની પહોચે તો ગુજરાતની જનતાને હું આહ્યાન કરૃં છું આવા તકવાદી સાધુનો તમે વિરોધ કરો. આવા તકવાદી સાધુને પ્રોત્સાહન દેવું ના જોઈએ. પોલીસને પણ વિનતી છે કે આ કેસમાં તટસ્થ અને ઝીણવટ ભરી તપાસ કરી ને કડક સજા કરવી જોઈએ. જેનાથી સમાજ, ધર્મ કલંકિત થાય તેવા સાધુને અમારે જરૂર નથી. અખાડાના સાધુ હોય અને તેનો બહિષ્કાર નહી થયો હોય તો તેનો બહિષ્કાર કરીશું. આવી તકવાદી પ્રવૃત્ત્િ। સાધુ સમાજ સહન નહી કરે. તેવા સાધુને દેશવટો દેવો જોઈએ. તેનો સાધુ સમાજ વિરોધ કરે તેવું જણાવ્યું હતું.

જૂનાગઢ ભવનાથ માં વિશાળ રુદ્રેશ્વર જાગીર આશ્રમ ધરાવતા પ્રખર રાષ્ટ્રવાદી સંત ઇન્દ્રભરતી મહારાજે વધુમાં એવું પણ કહ્યું કે, અમદાવાદ સ્થિત તેમના આશ્રમની અંદર જે કાઈ પ્રવૃત્ત્િ। થતી હોય પણ અજુગતી પ્રવૃત્ત્િ।ઓ છે તે સાધુ સંતો માટે વ્યાજબી નથી. અને સાધુ સંતોએ આ વિવાદમાં પડવું ના જોઈએ. આજે નિત્યાનંદના કર્ણાટક અને બેંગ્લોરમાં મોટા આશ્રમો ધરાવે છે. અને પોતે એક સંત પરંપરા અંદર છે. પરંતુ થોડો સમય પહેલા તેનો વિવાદ થયો હતો ત્યારે અખાડા પરિષદે તેમનો બહિષ્કાર કર્યો હતો.

વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરુ નિત્યાનંદ સ્વામીના અમદાવાદ સ્થિત આશ્રમમાં યુવતીઓને જબરદસ્તી બંધક બનાવી રાખ્યાનો આરોપ લાગ્યો છે. બેંગલુરુથી આવેલા એક દંપતિએ પોતાની પુત્રી અહીંયા હોવાની આશંકા વ્યકત કરતા પોલીસ ફરિયાદ નોધાવી છે. પોલીસે નિત્યાનંદ આશ્રમમાં યુવતીની શોધ કરી પરંતુ તેનો કોઈ પત્ત્।ો ન મળતા પરિજનોએ હોબાળો મચાવ્યો હતો. બેંગલુરુના દંપતીનો આરોપ છે કે તેમની પુત્રી હત્યા કરી દેવામાં આવી છે અથવા તો નિત્યાનંદ તેને ભગાવીને વિદેશ લઈ ગયો છે. તેને જબરદસ્તી બંધક બનાવવામાં આવી છે.ઙ્ગ ગુમ થયેલી યુવતીના પિતાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે તેમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. આ તમામ લોકો બેંગલુરુની દિલ્હી પબ્લિક શાળામાં અભ્યાસ કરતા હતા અને ત્યાં જ નિત્યાનંદ આશ્રમમાં રહેતા હતા. તેમના બાળકો નાબાલિક હતા અને એક દિકરી ૧૮ વર્ષની છે. તેમને જણાવ્યા વિના જ બેંગ્લોરના આશ્રમમાંથી નિત્યાનંદના અમદાવાદના યોગિની સર્વાજ્ઞપીઠ આશ્રમમાં મોકલી દેવામાં આવ્યા.

છેલ્લા ચાર મહિનાથી તેઓ પોતાની પત્ની સાથે બાળકોને મળવા આવી રહ્યા છે. પરંતુ આશ્રમના લોકો તેમને પોતાના બાળકો સાથે મળવા દેતા નથી. અંતે કંટાળીને તેમણે ચાઈલ્ડ વેલફેરમાં ફરિયાદ કરી છે. ત્યારબાદ વેલફેરના અધિકારીઓએ પોલીસ સાથે આશ્રમમાં પહોંચીને તેમના ત્રણ બાળકો સાથે મુલાકાત કરાવી હતી. પરંતુ તેમની ૧૮ વર્ષની એક દિકરી સાથે મુલાકાત કરવા દેવામાં ન આવી. છોકરીના પિતાએ જણાવ્યું કે મારી દિકરી સાથે આશ્રમમાં દુષ્કર્મ થયું છે. મારી દિકરી કયાં છે તે વિશે કોઈને ખબર નથી. મારી પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે અથવા તો નિત્યાનંદ તેને વિદેશ લઈ ગયો છે. અત્યારે પોલીસ અને ચાઈલ્ડ વેલફેર કમિટી આ મામલે તપાસ કરી રહી છે.(

(1:08 pm IST)