Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મોરબીમાં દિવ્યાંગો દ્વારા ટેલેન્ટ અને ફેશન શો

મોરબીમાં નારાયણ સંસ્થાન, ઉદયપુરના સહયોગથી દિવ્યાંગ ફેશન અને ટેલેન્ટ શો યોજાયો હતો. જેમાં દિવ્યાંગો દ્વારા બનાવેલ વસ્ત્રો પહેરીને અભૂતપૂર્વ અને અવિસ્મણીય કહી શકીએ તેવી કલા રજૂ કરવામાં આવી હતી. ઓમપાર્ટી પ્લોટમાં યોજાયેલ ફેશન શો અને ટેલેન્ટ શોમા દિવ્યાંગો દ્વારા રેમ્પ વોક, ડાન્સ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉદયપુરની નારાયણ સંસ્થાન સેવા દ્વારા જે દિવ્યાંગોના ઓપરેશન કરવા આવે અથવા સારવાર કરવા માટે આવ્યા હોય તેને પગભર કરવા માટે સંસ્થાન દ્વારા કોમ્પ્યુટર કોચીંગ, સીલાઇ કામ, મોબાઇલ રીપેરીંગ વિગેરે કાર્યક્રમો નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જે.પી.જેસવાની, મોરબી સિગામીક એસોસીએશનના પ્રમુખ નિલેશભાઇ જેતપરીયા અને પ્રવિણભાઇ ખંધેડીયા હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ઘનશ્યામસિંહ એસ.ઝાલા તરૂણભાઇ નાગદા, નારાયણ સંસ્થાન, રાજકોટ ઇન્ચાર્જ વિગેરેઓએ આ કાર્યક્રમ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી. ગુજરાત ખાતે નિઃશુલ્ક સેવા મેળવવા માટે નારાયણ સંસ્થાન, ઉદયપુર દ્વારા તરૂણભાઇ નાગદા, નારાયણ સંસ્થાન, રાજકોટ ઇન્ચાર્જ મો.૯૫૨૯૯ ૨૦૦૮૩ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:15 pm IST)