Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મોરબીમાં ટેલેન્ટશોને બિરદાવ્યા

મોરબીઃ નારયણ સેવા સંસ્થા ઉદયપુરના સહયોગથી દિવ્યાંગ ફેશન અને ટેલેન્ટ શો યોજાયો હતો જેમા દિવ્યાંગો દ્વારા દિવ્યાંગોએ બનાવેલ વસ્ત્રો પહેરીને અદભૂત અને અવિસ્મરણીય કલા રજુ કરવામાં આવી હતી અને દિવ્યાંગોની કલાકૃતિઓ નિહાળીને ઉપસ્થિત દર્શકો મંત્રમુગ્ધ થયા હતા  'મન મેં હૈ વિશ્વસ પુરા હૈ વિશ્વાસ હમ હોંગે કામયાબ એક દિન' આ પંકતિને સાર્થક કરતા દિવ્યાંગો દ્વારા મોરબીના ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ફેશન અને ટેલેન્ટ શોમાં અદભૂત કલા રજુ કરવામાં આવીહતી જેમા દિવ્યાંગો દ્વારા રેપ વોક,ડાન્સ રજુ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા હતા  દિવ્યાંગ લોકોની સારવાર કરતી ઉદયપુરની નારાયણ સેવા સંસ્થા દ્વારા જે દિવ્યાંગોના ઓપરેશન કરવામાં આવે અથવા તો સારવાર કરવામાં આવી હોય તેને પગભર કરવા માટે સંસ્થા ખાતે કોમ્પ્યુર કોચિંગ,ઙ્ગસિવાય કામના કલાસ,મોબાઇલ રીપેરીંગની તાલીમ વિગેરે આપવામાં આવે છે જેથી દિવ્યાંગ લોકો સારવાર પછી કોઈના ઉપર નિર્ભર રહેવાના બદલે પોતાના પગભર થઇ જાય છે. દિવ્યૉગ બાળકોને ટેલેન્ટશોને બિરદાવવામાં આવ્યો તે તસ્વીર.

(12:15 pm IST)