Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જેરામભાઇ વાંસજાળીયા તથા મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્વારા સિદસર મંદિરના શિખર પર ધ્વજારોહણ

ઉમિયાધામ સિદસરના માધ્યમથી નૂતનવર્ષ સંકલ્પનિધિનો પ્રારંભઃ ૫ હજાર પરિવારો દર વર્ષે ૫ હજારના યોગદાન થકી સામાજીક ઉત્કર્ષની કામગીરીમાં જોડાશે

સિદસ૨ ખાતે ૫ાટીદા૨ શ્રેષ્ઠીઓ સામાજીક અગ્રણીઓનું સ્નેહમિલન યોજાયુંસિદસ૨ મંદિ૨ના દાતા ટ્રસ્ટીઓનું અભિવાદન : સેવાના સા૨થી વડીલોને સન્માનીત ક૨ાયા : સમાજનો સુખી વર્ગ છેવાડાના માનવી માટે સહયોગ આ૫ે તેવો સંકલ્૫: મૌલેશભાઈ ઉકાણી : સંગઠન થકી સેવાકાર્યમાં જોડાવા કાર્યક૨ોને ઉમિયાધામના પ્રમુખ જે૨ામભાઈની હાંકલ

રાજકોટ  : વેણુ નદીના કાંઠે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી મા ઉમિયાના પવિત્રધામ સિદસર ખાતે સૌરાષ્ટ્રભરના પાટીદાર શ્રેષ્ઠીઓ, સામાજીક અગ્રણીઓનું સ્નેહમિલન યોજાયુ હતુ. જેમાં ઉમિયાધામ સિદસર દ્રારા નૂતનવર્ષ સંકલ્પનિધિ યોજનાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ધ્વજારોહણ ઉત્સવ, વડીલવંદના, સિદસર મંદિરના દાતા ટ્રસ્ટીઓ તેમજ ઉમાભવનના દાતાઓનું સન્માન- અભિવાદન સમારોહ યોજાયો હતો.

 સિદસર ખાતે ગત રવિવારે યોજાયેલ નૂતનવર્ષ સ્નેહમિલન પ્રસંગે સૌરાષ્ટ્રભરના પાટીદાર શ્રેષ્ઠીઓ, સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. સમારહોના અધ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના પૂર્વ પ્રમુખ ડો. ડાયાભાઇ કે. પટેલ, તથા અતિથિવિશેષ તરીકે ઉમિયાધામ નાગપુરના પ્રમુખ જીવરાજભાઇ રતનશીભાઇ પટેલ, ઉઝા મંદિરના ઉપપ્રમુખ ગટોરભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા. આ સ્નેહમિલન પ્રસંગે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા નૂતનવર્ષ સંકલ્પનિધિ યોજનાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે સિદસર મંદિરના નવનિયુકત થયેલા દાતા ટ્રસ્ટીઓ જેરામભાઇ વાંસજાળીયા, નાથાભાઇ કાલરીયા, મુળજીભાઇ ભીમાણી, જગદીશભાઇ કોટડીયા, રમેશભાઇ રાણીપા, દિનેશભાઇ દેલવાડિયા, જગદીશભાઇ વરમોરા, પ્રભુદાસભાઇ ભેંસદડિયા, નિતીનભાઇ ફળદુ, જયવંતભાઇ ફીણાવા, હરેશભાઇ પરવાડિયા, નરેન્દ્રભાઇ વિરમગામા, છગનભાઇ આરદેસણા, મગનભાઇ જાવીયા, પ્રભુદાસભાઇ કણસાગરા નું સન્માન કરાયુ હતુ. ઉમિયા માતાજી મંદિર નવનિર્માણનિધી દાનભેટ યોજનામાં રૂ. ૧ કરોડ રપ લાખની માતબાર રકમનું દાન આપનાર દિલીપભાઇ ધરસંડીયાનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

 આ સ્નેહમિલન પ્રસંગે સદસર મંદિરના ટ્રસ્ટીઓ જેન્તીભાઇ કાલરીયા, રમણીકભાઇ ભાલોડીયા, ડી.એન.ગોલ, પરસોતમભાઇ ફળદુ, તેમજ પાટીદાર અગ્રણીઓ વિજઠલભાઇ માકડીયા, રમણભાઇ વરમોરા, મનસુખભાઇ પાણ, પુનીતભાઇ ચોવટીયા, પ્રતીકભાઇ ડઢાણીયા, વિનુભાઇ ભુવા, અશ્વિનભાઇ જાવીયા, મોહનભાઇ ધમસાણીયા, રમેશભાઇ સાપરિયા, નરસિંહભાઇ માકડીયા, તથા સિદસરના સરપંચ ભરતભાઇ માકડીયા વગેરે ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે વિજાપુરા વિદ્યાસંકુલની બાળાઓ દ્રારા સાંસ્કૃતીક કાર્યક્રમની રજુઆત કરાય હતી.

 રાજકોટ ખાતે નિર્માણાધીન ઉમાભવનના મુખ્ય દાતા તરીકે રૂ. અઢી કરોડની માતબાર રકમનું દાન આપનાર જીવનભાઇ ગોવાણીનું આ સ્નેહમિલન પ્રસંગે સિદસર ના હોદેદારો દ્રારા સન્માન કરવામાં આવ્યુ હતુ. ઉમાભવનના નિર્માણમાં સહયોગી દાતાઓ તરીકે ડાયાભાઇ ઉકાણી, મગનભાઇ પટેલ, સ્વ. ઠાકરશીભાઇ નરશીભાઇ ધમસાણીયા (સંજય ઓઇલ કેક), કાંતીભાઇ માકડીયા, વલ્લભભાઇ કનેરીયા, જેરામભાઇ વાંસજાળીયા, નાથાભાઇ કાલરીયા, સંજયભાઇ કોરડીયા, કરશનભાઇ આદ્રોજા, ધીરજભાઇ ડઢાણીયા, સ્વ. જમનાદાસ દલસાણીયા પરિવાર, સ્વ. રાધવજીભાઇ સંતોકી પરિવાર, અમુભાઇ ઝાલાવાડીયા વગેરેનું સન્માન કરાયુ હતુ. સિદસર ખાતે યોજાયેલ આ સ્નેહમિલન પ્રસંગે પાટીદાર ભામાશા એડોકો ગ્રુપના નાનજીભાઇ નારણભાઇ સંતોકી દ્રારા રાજકોટ ઉમાભવન પ્રોજેકટમાં ૭૫ લાખનું અનુદાન તેમજ કાંતીભાઇ રામ દ્રારા સિદસર મંદિરના અન્નપૂર્ણા ગેઇટ માટે રપ લાખના દાન થકી અંદાજે રૂ. ૧ કરોડ ૧૦ લાખ જેટલી માતબાર રકમના દાન ની જાહેરાત કરવામાં આવી હતી.

 નવલા નૂતનવર્ષે જગત જનની મા ઉમિયાના પવિત્રધામ સિદસરના ઉન્નત શિખર ઉપર ધ્વજારોહણની  પુનીત પરંપરા અન્વયે જેરામભાઇ વાસંજાળીયા તથા મૌલેશભાઇ ઉકાણી પરિવાર તરફથી ધ્વજાજી ચડાવવામાં આવી હતી. સ્નેહમિલન પ્રસંગે ઉમિયા માતાજી મંદિર સિદસરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલે સિદસર મંદિર દ્રારા નિર્માણાધીન પ્રોજેકટ જેવા કે દ્રારકા, સોમનાથ ખાતે અતીથીગુહ, રાજકોટ ખાતે ઉમાભવન તેમજ સિદસર મંદિરના નવનિર્માણ અંગે માહીતી આપી હતી તેમજ સમાજના ૧૦ ટકા સુખી સંપન્ન સમુધ્ધ વર્ગ બાકી ૯૦ ટકા સમાજને મદદરૂપ બને તેવી નેમ વ્યકત કરી હતી તેઓએ સિદસર દ્રારા અમલમાં મુકાયેલ નૂતનવર્ષ સંકલ્પનિધિ યોજનાની માહીતી આપતા જણાવ્યુ હતુ કે સમાજના પ હજાર પરિવારો વર્ષે પ હજારના અનુદાન થકી સમાજ ઉત્કર્ષની વિવિધ પ્રવૃતીઓમાં સહભાગી બનશે. સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાએ સમાજમાં સંગઠન થકી એક ર્સાવાતાવરણ બનાવી સમાજ સેવાના કાર્યોમાં જોડાવા માટે કાર્યકરોને હાંકલ કરી હતી. ચેરમને મૌલેશભાઇ ઉકાણીએ સિદસર મંદિર દ્રારા ચાલતી વિવિધ પ્રવૃતીઓની સરાહના કરી સમાજ ઉત્કર્ષના કાર્યોની વાત કરી હતી. આ સ્નેહમિલન સમારોહમાં ટ્રસ્ટીશ્રી ચીમનભાઇ શાપરીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતુ.  તથા  ઉઝા લક્ષચંડો યજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરાએ સૌરાષ્ટ્રભરના પાટીદારોને તા. ૧૮ થી રર ડીસેમ્બર ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞમાં ઉમટી પડવાની નેમ વ્યકત કરી હતી. સમગ્ર સમારોહનું સંચાલન કૌશીકભાઇ રાબડીયાએ કર્યું હતુ.

 આ સ્નેહમિલન પ્રસંગે યોજાનાર વડીલવંદના કાર્યક્રમમાં મંદિર સંસ્થાનોમાં સેવા આપનાર મંદિરના મહારથીઓ સમાન સન્માનીય વડીલોમાં મંદિરના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઇ કાલરીયા વતી ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા તેમજ મોહનભાઇ ભાલોડીયાના પરિવારજનો પેકી રજનીભાઇ તથા અમરભાઇ ભાલોડીયા, વિઠ્ઠલભાઇ સીણોજીયા વતી મુકેશભાઇ સીણોજીયાએ તેમજ રાધવજીભાઇ ભાલોડીયા વતી મુંબઇથી પધારેલ હરેશભાઇ ભાલોડીયાએ સન્માન સ્વીકાર્યુ હતુ. આ કાર્યક્રમમાં મોહનભાઇ વાછાણી, મોહનભાઇ રતનપરા, વિઠ્ઠલભાઇ માકડીયાનું સન્માન કરાયુ હતુ.

(12:10 pm IST)