Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જૂનાગઢનો મોનાર્ક ત્રિવેદી ડાન્સ સ્ટેપ શીખવશે વિરાટ કોહલીને

મુંબઇ તા. ર૦ : સ્ટાર પ્લસ પર શરૂ થયેલા નવા શો 'ડાન્સ પ્લસ'ની સીઝન પાંચનો સ્પર્ધક મોનાર્ક ત્રિવેદી આજકાલમાં વિરાટ કોહલીને મળશે. મોનાર્ક જુનાગઢનો છે. અને તે કોહલીનો ફેન છે. મોનાર્કની હાઇટને કારણે તેના બાળપણથી દરેક વ્યકિત ચીડવતી હતી. તે અગિયાર વર્ષની ઉંમરથી ડાન્સ કરી રહ્યો છે. તેણે માની લીધું હતું કે તેને કયારેય સફળતા નહીં મળે. જો કે ડાન્સ પ્લસથી પ્રેરણા મેળવીને એમાં ભાગ લેવાનું નકકી કર્યુ હતું. હવે આ શો દ્વારા તેને તેના ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલીને કલકત્તામાં મળવાની પણ તક મળશે. તે વિરાટને બે-ત્રણ ડાન્સ સ્ટેપ પણ શીખવશે.

(12:05 pm IST)