Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

પોરબંદરમાં જુગાર રમતા મહિલા સહિત ૩ વ્યકિતઓ ૧૦ હજારની રોકડ સાથે ઝડપાયા

દરોડા દરમિયાન ૩ મહિલા અને એક પુરૂષ નાસી ગયા

પોરબંદર, તા.૨૦: કડિયા પ્લોટમાં જુગાર રમતા () ૩ વ્યકિતઓને ૧૦ હજાર રોકડ સાથે પોલીસે પકડી પાડયા છે.

 ર્ંપોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ ની સુચના તથા એલસીબી પીઆઇ એમ.એન.દર્વેં ના માર્ગદર્શન હઠેળ એલ.સી.બી.સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એએસઆઇ રમેશભાઇ જાદવ તથા હેડ કોન્સ્ટેબલ બટુકભાઇ વિઝુંર્ડાં ને મળેલ ચોક્કસ હકીકત આધારે જુગાર અંગે રેઇડ કરતા પોરબંદર કડીયા પ્લોટ વિસ્તાર ગણેશ પાનથી આગળ ગલીમાં જાહેરમાં જુગાર રમતા રાજશી ઉર્ફે રાણા વિરમભાઇ બાપોદરા ઉ.વ.૪૦ રહે.કડીયાપ્લોટ પટેલ મીલની પાછળ, જયદિપ જેન્તીલાલ જોષી ઉ.વ.૪૫ રહે.કડીયાપ્લોટ અને મંજુબેન વા/ઓ બાબુ કાનજીભાઇ સરીયા ઉ.વ.૫૨ રહે.આજીડેમ ચોકડી પાસે માધવ વાટીકા રાજકોટ  તે વખતે પાડેલ છે

રેડ દરમ્યાન ઉમીબેન દલીત રહે.કડીયાપ્લોટ,  લાભુબેન લાખાભાઇ કડછા રહે.કડીયાપ્લોટ, શીતલબેન અરભમભાઇ રહે.કડીયાપ્લોટ, રમેશ અરવિંદભાઇ પુરોહીત રહે.કડીયાપ્લોટ વાળા નાસી ગયેલ છે. જાહેરમાં જુગાર રમતા ર્ંગંજીપતાના પાના તથા રોકડ રૂ.૧૦,૫૬૦/-ર્ં ના મુદામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.ઙ્ગ

આ કામગીરીમા એલસીબીના સ્ટાફના રમેશભાઇ જાદવ, બટુકબાઇ વિંઝુડા, રણજીતભાઇ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા, લાખીબેન લીલાભાઇ, દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે રોકાયેલ હતા.

(12:03 pm IST)