Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

સમાચાર માધ્યમોના બદલાયેલા સ્વરૂપ સાથે વિશ્વસનિયતા ટકાવી રાખવાનો પડકાર

ભુજમાં રાષ્ટ્રીય પત્રકાર દિવસની ઉજવણી

ભુજ, તા.૨૦:  પત્રકાર દ્વારા લખાતા શબ્દોની મોટી તાકાત હોય છે એટલે પત્રકારે પોતાના સમાચાર પત્રની વિશ્વસનિયતા જાળવવા નિષ્પક્ષતા જાળવવી જરૂરી હોવાનુ વરિષ્ઠ પત્રકાર રામભાઈ ઠક્કરે જણાવ્યુ હતું. એસોશીએશન ઓફ સ્મોલ એન્ડ મીડીયમ ન્યુઝ પેપર્સ ઓફ ઈન્ડિયા અને કચ્છ જિલ્લા પત્રકાર હિત રક્ષક સંદ્યના સંયુકત ઉપક્રમે ભુજ મધ્યે રાષ્ટ્રીય પત્રકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માહિતી ભવન ભુજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રામભાઈ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, પત્રકાર દ્વારા લખાતા સમાચાર સમાજ જીવનને સ્પર્શતા હોય છે, એટલે લખતી વેળાએ તેમાં સંપૂર્ણપણે સભાનતા કેળવવાની શીખ આપી હતી. પ્રારંભે રાજય પ્રમુખ મયૂર બોરીચાએ સૌને આવકાર આપી પ્રસંગની મહત્વતા સમજાવી હતી.

વરિષ્ઠ પત્રકાર વિનોદ ગાલાએ જણાવ્યું હતું કે, સમયની સાથે સમાચારના માધ્યમોનું સ્વરૂપ સતત બદલાઇ રહ્યું છે. પ્રિન્ટ, ઇલેકટ્રોનિક પછી હવે સોશ્યલ વેબ પોર્ટલ દ્વારા સમાચારો પ્રસારિત થતાં રહે છે. મીડીયાના ગમે તે માધ્યમમાં તમે કાર્યશીલ હો, પણ જો તમારી કલમ પત્રકારત્વને વરેલી હોય તો સફળતા અવશ્ય મળે જ છે. ન્યુઝની સાથે તમારા વ્યુઝ પણ મહત્વના હોય છે. અખબાર નાનુ હોય કે મોટુ હોય પણ તેમાં અપાતાં સમાચારો દ્વારા તે લોકોમાં વિશ્વસનીયતા જાળવીને લોકપ્રિય બની શકે છે.ઙ્ગ

પત્રકાર યુસુફ જતે સમાચાર પત્રોમાં સંસ્થાઓ દ્વારા સેવાકિય પ્રવૃતિના નામેઙ્ગ માત્ર અખબારોમાં ફોટાઓ છપાવવા ગરીબોને એક એકઙ્ગ કેળુ અને ડબલ રોટી આપી અખબારમાં પ્રસિધ્ધી માટે મોકલાતા સમાચારોમાં ફોટાઓ ન છાપવા જોઈએ એવો મત વ્યકત કરતા જણાવેલ હતુ કે કેળુ કે રોટી લેનાર પણ માણસ છે તેની લાચારીને સમાચારનુ રૂપ ન આપવુ જોઈએ. સંસ્થાના સમાચાર ભલે છાપો પણ તેમાં સભાનતા સાથે માનવતા પણ દાખવાય તે જોવું જોઈએ.ઙ્ગ

ઙ્ગ ઙ્ગ ઙ્ગવર્તમાન સમયમાં પત્રકારત્વ ક્ષેત્રમાંઙ્ગ અખબારોના નામે વિવિધ સમાચાર પત્રો અને ઈલેકટ્રોનિક, મીડીયાના નામે ચાલતા નકારાત્મકતા ને કારણે ઉભીઙ્ગ થતી પરિસ્થિતી અંગે પણ વિચાર વિમર્શ કરી ચિંતા વ્યકત કરવામાં આવી હતી.

આ પ્રસંગે કચ્છ જિલ્લાના ઇન્ચાર્જ નાયબ માહિતી અધિકારી મોહન માલી,ઙ્ગ ભુજમાંથી પ્રસિધ્ધ થતા વિવિધ અખબારોના તંત્રી- પત્રકારો-પ્રતિનીધીઓ ઉપસ્થિત રહયા હતા. આભાર દર્શન જિલ્લા પ્રમુખ દર્શનકુમાર ઠક્કરે કર્યુ હતુ. કાર્યક્રમની વ્યવસ્થા ઉપપ્રમુખ ભવ્યકુમાર બોરીચા અને નિતેશ ગોરે સંભાળી હતી.

(12:00 pm IST)