Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

તળાજા પાલીકાની સભમાંથી ૨૭માંથી ૨૦ પ્રતિનિધિ હાજર

નગરને લોકભાગીદારી સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે

તળાજા,તા.૨૦: તળાજા નગરપાલિકા ની સામાન્ય સભા અધ્યક્ષ દક્ષાબા સરવૈયા અને સેક્રેટરી મુનિયા ના વડપણ હેઠળ મળી હતી. પાલિકાના ચૂંટાયેલ ૨૭ માંથી ૨૦ સભ્યો હાજર રહ્યા હતા.એજન્ડામાં કુલ ૧૯ મુદ્દાઓ લેવામાં આવ્યા હતા.તેમાં એક મુદ્દો પેન્ડિગ રાખવામાં આવેલ. બાકીના એકલ દોકલ મુદાનેબાદ કરતાં તમામ મુદ્દાઓ ફટાફટ સર્વસંમતિથી પસાર થયા હતા.

પાલિકાને મળેલી વિવિધ ગ્રાન્ટ યોજનાઓ મળી દસેક કરોડ રૂપિયા નાખર્ચે સીસીરોડ,બ્લોક પેવિગ, રી સરફેસિંગ,સ્નાનાદ્યર, વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા, મોક્ષધામમાં વધુ સુવિધાઓ, ભુપતભાઈ વૈદ્ય બાગમાં નવો ફુવારો,ગટર લાઈન, સહિતના કામો ઉપરાંત સોસાયટી રામપરા રોડ પર જે ઓડિટોરિયમ ત્રણ કરોડ ના ખ્રચે બનાવવાનંુ હતું તેના બદલે શહેરના વ્યાયામ શાળાના ના મેદાનમાં બનાવવાનું ઠરાવવામાં આવેલ હતું. જેનો વિરોધ કોંગ્રેસના નગરસેવક સોયબખાન પઠાણ એ કર્યો હતો. વિરોધનું કારણ તેઓએ જણાવ્યું હતુંકે સતાવર આ એકજ જગ્યા છે.જયાં બાળકો યુવાનો વિવિધ રમતો રમીશકે છે. આથી તે છીનવાઈ જશે. તેના જવાબ માં જયાં ઓડિટોરિયમ બનાવવાનંુ હતું.ત્યાં ગ્રાઉન્ડ તાર ફેન્સીગ વાળું બનાવવામાં આવશે.જેથી કોઈ દબાણ ન કરી જાય.

તળાજા પાલિકા માં ભૂતકાળમા ૭૭ જમીન એવી હતીકે એ જમીન અહીંના રહીશો ને આપવામાં આવી હતી. તેનો ઠરાવ થયેલ. એ ઠરાવ જેતે સમયે જિલ્લા પંચાયત દ્વારા રદ કરવામાં આવેલ.તે વિવાદ આજ સુધી ચાલી રહ્યો છે.તમામ જમીનો હજુ ઠરાવેલ વ્યકિત ના કબ્જામાજ હોય તેમાની સાતેક જમીન માલિકીની થઈ હોય આથી નગરના હિત માટે રેગ્યુલાઈઝ કરવા માટે આનુષંગિક કાર્યવાહી કરવાનંુ ઠરાવેલ.એની સામે પાલિકા ના ઉપ પ્રમુખ દિનેશભાઇ પરમાર એ દીનદયાળ નગર જમીન પણ રેગ્યુલાઈઝ કરવામાટે કાર્યવાહી કરવાની રહેશે.તેમ જણાવ્યું હતું. નગરની બહાર ગટર લાઈનો નાખવા માટે નિર્ણય લેવામાં આવતા એ લોકો મીટર માટે દાખલો લેવા આવે તો આપજો ત્યારે તમે પાલિકા વિસ્તારમાં નથી તેમ ન કહેતા તેમ સોયબખાન એ ટકોર કરી હતી.

તળાજા નગરને ત્રીજા નેત્રથી જોવા અને સજ્જ કરવા માટે પાલીતાણા ચોકડી,ભાવનગર રોડ,મહુવા ચોકડી,લીલીવાવ રોડ,સહિતઙ્ગ ૨૧ સ્થળો પર ૬૯ જેટલા સીસીટીવી કેમેરા લોક ભાગીદારી સાથે કવોટેશન માં અંદાજિત ૩૩લાખ નો ખર્ચ બતાવેલ હોય તે નિર્ણય લેવામાં આવેલ.જેમાં પોલીસ મોનિટરીગ કરશે.તેમ જણાવ્યું હતું. નદીના સામાકાંઠા ને જોડવા માટે પુલ ની સરકાર માં દરખાસ્ત અને હાલ જે તળાજી નદી પરનો જૂનોપૂલ છેતેના પર મોટા વાહનો પ્રવેશે નહિ તેમાટે એંગલ નાખવાનંુ સૂચન.કરવામાં આવેલ. સદ્યન ચર્ચા આઈ.કે.વાળા એ કરેલ હતી.આભાર વિધિ સંગઠન પ્રમુખ તરીકે પસંદ થયેલ નગરસેવક ડો..મારડીયા એ કરી હતી.

ડામર રોડમાં કાંકરા ઉડે છે કોઈને દેખાતું નથી !

તળાજા માં બનીરહેલ ડામર રોડ ના નબળા કામનો અહેવાલ પ્રકાશિત કરેલ.તેનો પડદ્યો સામાન્ય સભામાં લોકોની વેદના ને વાચા આપતા ભાજપનાજ નગર સેવક વેગડ વિનુભાઈ એ આક્રમક રીતે રજુ કર્યો હતો. રીસરફેસિંગ માં એકલા કાંકરા ઉડી રહ્યા છે. એ અહીં બેસેલ કોઈને દેખાતું નથી તેવી સવાલ ઉઠાવ્યો હતો.કામ સારું થાય તેવી માગ કરી હતી. આમ તળાજાનું હિત ન હણાય તેની દરકાર એક માત્ર નગરસેવક જ લીધી હતી.

એક સિવાય કોંગ્રેસના તમામ નગર સેવકોનું શાસક ભાજપ સાથે ઈલું ઇલું

વ્યાયામ શાળામાં ઓડિટોરિયમ બનાવવા નો વિરોધ અને ૭૭પૈકી ની જમીનના મુદ્દાઓ પર ગેરહાજરી દર્શાવનાર સોયબખાન પઠાણ એકલા પડી ગયા હતા. કોંગ્રેસના ૧૨ માંથી ૭સભ્યો હાજર હતા. તેઓ પણ સાશક ભાજપ સાથે સહમત થયા જોવા મળ્યા હતા.

(11:59 am IST)
  • 7000 કરોડનું ટેક્સ રિફંડ માટે વોડાફોન અને આઈડિયાએ દબાણ કર્યું છે પરંતુ નવી જવાબદારીઓ આવી પડે તે ધ્યાને લઇ આવકવેરા ખાતું તે સ્વીકારવા હિચકિચાટ અનુભવે છે access_time 10:04 pm IST

  • અત્યાર સુધી દિલ્હીના મુખ્યમંત્રી એકલા ઉધરસ ખાતા હતા હવે આખુ દિલ્હી ખાય છે : દિલ્હીમાં હવાઈ પ્રદુષણ મામલે ભાજપ સાંસદ પ્રવેશ વર્માનો કટાક્ષ : કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીની પણ દિલ્હી સરકાર ઉપર તડાપીટ access_time 8:22 pm IST

  • રિલાયન્સ જીઓએ આજે જાહેર કર્યું છે કે આગામી થોડા અઠવાડિયામાં જ મોબાઈલ ફોનના દરોમાં વધારો કરશે access_time 9:59 pm IST