Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતનું અર્થતંત્ર વધુ મજબૂત - એનઆરઆઈ બિઝનેસમેન રમેશ પટેલ

મસ્કત ઓમાનમાં રહેતા ગુજ્જુ અગ્રણી રમેશ પટેલ ચીન, જર્મની, અમેરિકા સહિત વિશ્વના ૮ દેશો સાથે વ્યવસાયિક સંબંધો ધરાવે છે, મોદીના કારણે વિદેશમાં રહેતા ભારતીયોનું માન વધ્યું, ''અકિલા''ના ચાહક રમેશ પટેલ કહે છે કે, અહીં મસ્કતમાં ધબકે છે 'ગુજરાત'

''અકિલા'' ના મોભી શ્રી કિરીટકાકાની મૂછોનાં રમેશ પટેલ ચાહક : ભુજઃ 'અકિલા' ફેસબુક લાઈવ દ્વારા ગુજરાત સાથે જોડાયેલા રહેતા કચ્છી માડુ રમેશ પટેલ 'અકિલા' ના અને મોભી કિરીટકાકાની મૂછોના ચાહક છે. ''અકિલા''એ સોશ્યલ મીડીયાના માધ્યમથી આજે સાત સમંદર પાર રહેતાં ગુજ્જુઓને વતનની ધરતી સાથે જોડી રાખ્યા છે.

ભુજ,તા.૨૦: આજે સૌથી વધુ ચર્ચા મંદીની થઈ રહી છે. ત્યારે, એ જાણવું રસપ્રદ બનશે કે વિદેશમાં રહેતા આપણા એનઆરઆઈ વ્યવસાયિકો ભારતની મંદી વિશે શું માને છે? દેશ અને દુનિયામાં ગુજરાતીઓ ધંધા વ્યવસાય માટે જયાં જયાં ગયા છે, ત્યાં ત્યાં તેઓએ ખૂબ જ સફળતા મેળવીને પોતાનું અને ગરવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. આજે વાત કરવી છે, એવા જ એક સફળ સાહસિક ગુજરાતી રમેશ લાલજીભાઈ પટેલની!! મૂળે નખત્રાણા કચ્છના આ કચ્છી માડુએ મસ્કત ઓમાનને પોતાની કર્મભૂમિ બનાવીને વિદેશની આ ધરતી ઉપર નાની ઉંમરે કન્સ્ટ્રકશન અને બિલ્ડીંગ વ્યવસાયના ક્ષેત્રે ખૂબ જ મોટી સફળતા મેળવી છે. ''અકિલા'' સાથે વાત કરતાં આ ગુજરાતી સાહસિક આજે ચાઈના, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, યુ.કે., દુબઈ અને ભારત સહિત આઠ દેશો સાથે વ્યવસાયિક સંબધો ધરાવે છે. મંદી વિશે પોતાનો પ્રતિભાવ આપતાં રમેશ પટેલ કહે છે કે, આજે વૈશ્વિક સ્તરે મંદીની ઓછી વતી અસર જોવા મળે છે, પણ ભારતનું અર્થતંત્ર વધુ મજબૂત છે. ભારતની અર્થ વ્યવસ્થા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપતા રમેશમાઈ સ્પષ્ટપણે માને છે કે, નરેન્દ્રભાઈના કારણે જ વિદેશોમાં ભારતીયો પ્રત્યેનું સન્માન વધ્યું છે. ત્રણ વર્ષ પહેલાં મસ્કત ઓમાન આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીંના સુલતાન કાબૂસ અને ભારતીય સમાજે જબરદસ્ત સ્વાગત અને સન્માન કર્યું હતું. બાર વર્ષ પહેલાં મસ્કત મા નોકરી કરતા કરતા આજે ઈમેજ મસ્કત ઈન્ટરનેશનલ એલએલસી કંપનીના સ્થાપક રમેશ પટેલ મસ્કત ગુજરાતી સમાજ સાથે પણ ગાઢપણે સંકળાયેલા છે. ૩૦ હજારથીયે વધુ ગુજરાતીઓના કારણે મસ્કત ઓમાનમાં એક નાનકડું ગુજરાત ધબકે છે.

(12:00 pm IST)