Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ચાંચડીયાના વલ્લભને નવાગામમાં સંજય રોજાસરાએ છરી ઝીંકી દીધી

પાન ખાવા ઉભો ત્યારે સંજયએ ગાળો દેતા ડખ્ખો

રાજકોટ તા. ૨૦: કુવાડવાના ચાંચડીયા ગામે રહેતો અને ઇમિટેશનનું કામ કરતો વલ્લભ સવાભાઇ કુમારખાણીયા (ઉ.૩૦) સાંજે નવાગામ રંગીલામાં ઇમિટેશનનું કામ લેવા આવ્યો હોઇ ત્યાં ચામુંડા પાન નામની દૂકાને ફાકી ખાવા ઉભો ત્યારે સંજય રોજાસરાએ હાથમાં છરી ઝીંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં કુવાડવા પોલીસને જાણ કરવામાં આવી હતી.

વલ્લભના કહેવા મુજબ તે પાનની દૂકાને હતો ત્યારે સંજય પણ ત્યાં આવ્યો હતો. તેણે 'આઘો જા' કહી ગાળો ભાંડતા ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ છરી મારી દીધી હતી.

(11:53 am IST)
  • સ્વરસામગ્રી લતા મંગેશકરની તબિયત સ્થિર છે ,તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 10:00 pm IST

  • મહારાષ્ટ્રમાં સરકાર રચવાની પ્રક્રિયા હવે પ-૬ દિ'માં પુરી થઇ જશેઃ સંજય રાઉત access_time 1:02 pm IST

  • અત્યાર સુધી દિલ્હીના મુખ્યમંત્રી એકલા ઉધરસ ખાતા હતા હવે આખુ દિલ્હી ખાય છે : દિલ્હીમાં હવાઈ પ્રદુષણ મામલે ભાજપ સાંસદ પ્રવેશ વર્માનો કટાક્ષ : કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીની પણ દિલ્હી સરકાર ઉપર તડાપીટ access_time 8:22 pm IST