Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જયાં આખીરાત બંદોબસ્ત ગોઠવાયો હતો

તળાજા મોબાઇલની દુકાનમાં તસ્કરોની ખેપ

તળાજા, તા.૨૦: તળાજાની શાક માર્કેટ નો છેવાડાનો ભાગ,વાવચોક તરફનો વિસ્તાર જાણભેદુ તસ્કર માટે આશીર્વાદ રૂપ બન્યો છે. ગત રાત્રે વાવચોક માં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા ઉપરાંત પોલીસ અધિકારીએ પણ નાઈટ ડયૂટી માં હોવા છતાંય શાકમાર્કેટમાં આવેલ મોબાઈલ ની દુકાનમાં ખપેડો પાડી તસ્કરોએ પ્રવેશ કરી અહેસાન ભૂરાણી ની દુકાન માં રહેલ પાવર બેંક,બ્લુટુથ,એક ફોન સહિત ની ચીઝ વસ્તુઓ ચોરી કરી લઈ ગયેલ.

આ કસબ પણ થોડા સમય પહેલા શહેરમાં ઉપરા છાપરી તસ્કરી ને અંજામ આપનાર સીસીટીવી કેમરામાં કેદ 'લુલોજ' માનવામાં આવે છે.

ભૂતકાળ ના તસ્કરી ના બનાવ સમયે પોલિસે વેપારી સાથે કરેલ વર્તન ને લઈ આ વેપારી ફરિયાદ કરવા જવાનું ટાળતા હતા.પણ મિત્રો ની સલાહ ને લઈ ફરીયાદ કરવા ગયા હતા.તે સમયે ઉપસ્થિત પોલીસ કર્મીએ કાગળ માં ટારચર કરી તમારે ત્યાં તપાસ માં પોલીસ આવશે.તેમ કહી વેપારી ને વળાવી દીધેલ.સાંજે દ્યટના બાબતે પોલીસ મથકે પૂછવા આવતા ચોરીની ફરિયાદ નોંધાયેલ નથી નું જણાવેલ.આથી પો.ઇ ગમારા ને પૂછતાં તેઓ સમગ્ર વાત થી અજાણ હતા. આથી સવાલ એ ઉઠેછેકે ખુદ થાણા અધિકારી નેજ નીચેના કર્મચારીઓ એ અજાણ રાખ્યા હતા !!

(11:51 am IST)