Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

માણાવદરના પાદરડી ગામે યુવતીના પ્રેમલગ્નના મનદુઃખથી બે મહિલા સહિત પાંચનો હુમલો

જુનાગઢ, તા. ર૦ : માણાવદરના પાદરડી ગામે યુવતિના પ્રેમલગ્નના મનદુઃખથી બે મહિલા સહિત પાંચ શખ્સોએ પ્રાણઘાતક હથીયારો વડે હુમલો કરતા પ્રૌઢને ગંભીર ઇજા થઇ હતી. આ બનાવની વિગત એવી છે કે, માણાવદર તાલુકાના બતવા પાસેના પાદરડી ગામે રહેતા બચુભાઇ ઠેબાભાઇ માવદીયા (ઉ.વ૪૮)ની ભત્રીજી જાગૃતિએ ગામના જ કિરણ રામભાઇ જોરા સાથે પ્રેમલગ્ન કરેલ.

આ બાબતે અગાઉ કિરણ સાથે બોલાચાલી થયેલ જેનું મનદુઃખ રાખી ગઇકાલે સાંજે રામભાઇ વરજાંગ જોરા, તથા તેના પત્ની બેનાબેબ, પુત્ર અજય, કિરણ અને કિરણની પત્ની ભગવતી સહિત પાંચ શખ્સો ઘસી ગયા હતા.

બાદમાં આ તમામ શખ્સોએ લાકડી, કુહાડી અને પાઇપ વડે હૂમલો કરી બચુભાઇને ગંભીર ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે બાંટવા પોલીસે ઇજાગ્રસ્ત  પ્રૌઢની ફરીયાદ લઇ હુમલાખોરો વિરૂ.ધ્ધ કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ર૯૪ (ખ), પ૦૬ (ર) અને ૧૩પ મુજબ રાયોટીંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ બાંટવાના પીએસઆઇ એ. કે. પરમાર ચલાવી રહ્યા છે.

(11:22 am IST)