Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

કાલે જોડિયાધામમાં ''રામવાડી''માં શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણબડા અખાડાનું આગમન

વાંકાનેર તા.ર૦ : જામનગર જીલ્લાના જોડીયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટીર 'રામવાડી' આશ્રમમાં પ.પુ. પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદ્દગુરૂ.દેવ શ્રી ભોલેબાબજીના મંદિર ખાતે તેમજ શ્રી જયોતિ સ્વરૂ.પ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સાનિધ્યમાં તથા રામવાડી આશ્રમના બ્રહ્મલીન મહંત પૂ. પાદ સંતશ્રીઓ ભોલેદાસજીબાપુની તપો ભુમીમાં સંતોની પાવન બનેલી એવી પાવન તીર્થ ભૂમી 'રામવાડી'માં આગામી તા. ર૧ ને ગુરૂ.વારના રોજ બપોરના ર-૩૦ કલાકે 'શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન' પંચાયતી નિર્વાણ બડા અખાડા (રમતા પંચ) અલ્હાબાદ તીર્થરાજ પ્રયાગરાજથી જોડીયા મુકામે આવી રહેલ છ.ે

તા.ર૧મીએ ગુરૂ.વારે આગમન થનાર હોય જે જમાતના સંતો-મહંતો- શ્રીચંદ્ર ભગવાનનો ફલોટસ સાથે અખાડાના પૂ.મહંત શ્રી અધૈતાનંદજી મહારાજશ્રી સાથે જોડીયાધામમાં આવેલ. 'પાંજરાપોળ' (ગૌશાળા) ખાતે જમાત પધારશે જયાથી 'સમસ્ત જોડિયાધામ ગામ સંતોનુ ભવ્ય સામૈયુ' કળશધારી બાળાઓ સાથે વિશાળ જનમેદની વચ્ચે સામૈયુ થશે. આ સામૈયામાં  જોડીયાના સર્વે નગરજનો જોડાશે જે વિશાળ શોભાયાત્રા (સંતોના સામૈયા) જોડીયાના પાંજરાપોળથી નીકળી વાજતે-ગાજતે-બેન્ડ પાર્ટી દ્વારા ઢોલ-નગારા અને શંખોદ્વારાના જય જય કારથી 'શ્રી ચંદ્ર ભગવાન કી જયા' ભોલેબાબા કી જયના નારાથી મુખ્ય માર્ગો પર પહિભમ્રણ કરી શ્રી ઉદાસીન સંત કુટીર 'રામવાડી'ખાતે પહોચશે જોડીયાધામની 'રામવાડી'માં તા.ર૧ મીથી ભકિત-ભોજન અને સંત દર્શન-સત્સંગનો અમુલ્યે લ્હાવો ભાવિક-ભકતજનોને મળશે રામવાડીમાં ધાર્મિક માહોલ સર્જાશે..બાર વર્ષ બાદ અખાડાનું આગમન થતુહોતું ભાવિક - ભકતજનોમા અનેરો ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહેલ છે. પુ.ભોલેબાબાજીની ર૦મી પૂણ્યતિથીમાં છેલ્લે જમાત આવેલ હતી તેમ પૂ.મહંત હરિદાસજીબાપુ તેમજ શનીભાઇ વડેરાએ જણાવેલ છ.ે

દરરોજ સવારના ૧૦ વાગ્યે શ્રી ગોલાસાહેબની વિશેષ પુજા તેમજ દરરોજ સવારના પ કલાકે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ. શ્રી ચંદ્ર ભગવાનની મહાઆરતી તેમજ દરરોજ સાંજના પ થી ૮ દરમ્યાન સત્સંગ પ્રવચન-ધુન-સંકિતન શ્રી ચંદ્ર ભગવાનની સાયમ આરતિ વગેરે લાભ મળશે દિવ્ય ભકિતમય માહોલ સર્જાશે.

(11:22 am IST)