Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ઠંડીમાં રોજ થતો વધારોઃ નલીયા-૧૩.૬ ડિગ્રી

કચ્છમાં ઉત્તરીય પવનથી ગુલાબી ઠંડીની શરૂઆતઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડકની વધુ અસર

રાજકોટ તા.૨૦:  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડકમા વધારા સાથે શિયાળાનો માહોલ જામતો જાય છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે શિયાળા જેવા વાતાવરણનો અનુભવ થાય છે.

સવારના સમયે લઘુતમ તાપમાનનો પારો પણ નીચે ઉતરી જાય છે જેના કારણે ઠંડકની અસર વધુ અનુભવાય છે.

જો કે સવારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય  છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે ગરમીની અસર રહેતી હોવાથી ગરમીનો અનુભવ થવા લાગે છે.

કચ્છ

ભુજઃ આજે કચ્છમાં સૌથી વધુ ઠંડીની અસર થઇ રહી છે. કચ્છના નલીયામાં ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે સ્થાનિકો ફુલગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. નવેમ્બર મહિના ૧૫ દિવસ બાદથી ઠંડીની અસર શરૂ થવા લાગી છે. વાતાવરણમાં તાપમાન પારો ૧૦ ડિગ્રીએ છે. જે ધીમે-ધીમે લઘુતમ તાપમાનને પહોંચે તેવી શકય વર્તાઇ રહ્યો છે.

કચ્છવાસીઓ સવારથી ઠંડી અનુભવી રહ્યાં છે નોર્થ ઇસ્ટ દિશામાંથી પવન કલાકમાં ૪ કેએમ મીટરના ગતિએ ફંુકાઇ રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ભૂજમાં મંગળવારે મહત્તમ તાપમાન ૨૯.૬ ડિગ્રી જયારે લઘુતમ તાપમાન ૧૮.૨ ડિગ્રી નોંધાયું છે.

કચ્છમાં ઠંડીની અસર વર્તાઇ

ભૂજના હવામાન અધિકારી રાકેશ કુમારે આ અંગે જણાવ્યું હતું કે, ''જમ્મુ-હિમાચલ તરફ બરફવર્ષાના બે વખત હિમવર્ષા થઇ છે. જેના પગલે ઉત્તરીય પવન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે કચ્છમાં ઠંડી વધી છે. આગામી દિવસોમાં ધીમ-ધીમે ઠંડીમાં વધારો થયા તેવી શકયતા છે.''

ખંભાળીયા

ખંભાળિયાઃ શહેરમાં બે દિવસથી તાપમાનનો પારો નીચો ઉતરવા લાગતા તથા આજે સવારે ઠંડો પવન ફુકાતા સવાર સાંજ ઠંડુ વાતાવરણ થતાં મોડી સવારે દુકાનો ખુલવી, ચહલપહળ મોડી શરૂ થવી, સ્વેટરો દેખાવા લાગવા શાળાના સમય મોડા થવા વિ.ફેટફારો શરૂ થયા છે.

સવારે ગુલાબી ઠંડી સાથેનું વાતાવરણ હતુ જો કે ખંભાળિયા શહેરમાં પણ હવે મોર્નિગ વોક માટે નિકળતા લોકોની સંખ્યા વધી તો અહીં જીમમાં પણ વધારો થવા લાગ્યો છે.

હાળ શિયાળો શરૂ થતાં સાંજના છ વાગ્યાથી અંધારૂ શરૂ થતું હોય સાંજે ૬.૫૧ કે ૬.૨૦ વાહ્યે સ્ટ્રીટ લાઇટો શરૂ થાય તથા સવારે ૭ વાગ્યા સુધી અંધારૂ રહેતું હોય તથા લોકોને તથા શાળાએ જતાં છાત્રોને ખાસ પરેશાની થતી હોય સ્ટ્રીટ લાઇટોના સમયમાં ફેરફાર કરવાની માંગ પણ કરાઇ છે.

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢ વિસ્તારમાં આજે સવારે ગુલાબી ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું.

સોમવારથી જુનાગઢના તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે આજે લઘુતમ તાપમાનનો પારો વધુ નીચે ઉતરીને ૧૭.૮ ડિગ્રીએ સ્થિર થયો હતો જેને કારણે ઠંડી અનુભવાઇ હતી.

છેલ્લા બે દિવસમાં અઢી ડીગ્રી ઠંડી વધતા શિયાળો ધીમે ધીમે જમાવટ કરી રહ્યો છે.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ બે કિમીની રહી હતી.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૨૯.૫ મહતમ, ૧૮.૫ લઘુતમ, ૭૦ ટકા વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૩.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલુ તાપમાન-ભેજ

શહેર

ભજેનુ પ્રમાણ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૬૮ ટકા

૧૭.૮  ડિગ્રી

ડીસા

૮૭ ટકા

૧૫.૦ ડિગ્રી

વડોદરા

૮૩ ટકા

૧૭.૭ ડિગ્રી

સુરત

૮૪ ટકા

૧૯.૭ ડિગ્રી

રાજકોટ

૬૦ ટકા

૧૭.૧ ડિગ્રી

ભાવનગર

૭૮ ટકા

૧૮.૬ ડિગ્રી

પોરબંદર

૬૪ ટકા

૧૮.૯ ડિગ્રી

જુનાગઢ

૫૮ ટકા

૧૭.૮ ડિગ્રી

વેરાવળ

૬૯ ટકા

૨૦.૧ ડિગ્રી

દ્વારકા

૮૦ ટકા

૨૦.૯ ડિગ્રી

ઓખા

૬૯ ટકા

૨૨.૬ ડિગ્રી

ભુજ

૮૧ ટકા

૧૭.૦ ડિગ્રી

નલીયા

૮૪ ટકા

૧૩.૬ ડિગ્રી

સુરેન્દ્રનગર

૭૧ ટકા

૧૮.૦ ડિગ્રી

ન્યુ કંડલા

૮૩ ટકા

૧૭.૯ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૮૮ ટકા

૧૬.૧ ડિગ્રી

જામનગર

૭૦ ટકા

૧૮.૫ ડિગ્રી

ગાંધીનગર

૭૨ ટકા

૧૬.૦ ડિગ્રી

મહુવા

૮૧ ટકા

૧૫.૦૫ ડિગ્રી

દિવ

૭૧ ટકા

૧૭.૫ ડિગ્રી

વલસાડ

૮૨ ટકા

૧૯.૦ ડિગ્રી

વલ્લભવિદ્યાનગર

૮૩ ટકા

૧૮.૩ ડિગ્રી

(11:02 am IST)