Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

હળવદના ચરાડવા ગામેથી નાસ્તો લેવાનું કહીને ગયા બાદ યુવતી લાપતા : શોધખોળ

 

હળવદના ચરાડવા ગામે રહેતી ૧૯ વર્ષીય યુવતી ગુમ થતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ચરાડવા ગામના રહેવાસી અરવિંદભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતા જણાવ્યું છે કે તેની દીકરી કિરણ (..૧૯) ગત તા. ૧૪ ના રોજ બપોરના સુમારે ઘરેથી નાસ્તો લેવાનું કહીને ગયા બાદ પરત ફરી નથી અને પરિવાર શોધખોળ ચલાવ્યા છતાં તેનો પત્તો લાગ્યો નથી પોલીસે યુવતી ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(1:16 am IST)