Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમરેલીના લુણીધારમાં ભાડાનાં મકાનમાં રહેતા પરિવારને ત્યાંથી ર લાખની ચોરી

અમરેલી તા. ર૦ :  લુણધારમાં ભાડાના મકાનમાં રહેતા અને મોટી કુંકાવાવના લાખાપાદરના વતની નરેશભાઇ બાબુભાઇના ગજેરાના બંધ ભાડાના મકાનના કોઇ અજાણ્યા તસ્કરોએ ત્રાટકી તાળા તોડી અંદર પ્રવેશી સોના-ચાંદીના દાગીના કિ. રૂ. ૧,૩૮,૦૦૦ તથા રોકડ રકમ કિ. રૂ. ૬૦,૦૦૦ મળી કુલ કિ. રૂ. ૧,૯૮,૦૦૦ ની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

સાવરકુંડલામાં ટીવી જોવા પ્રશ્ને પાઇપ મારી દાંત પાડી નાખ્યા

સાવરકુંડલાના મણીનગરમાં રહેતા આરીફશા ગુલાબશા રફાઇના ઘરે અસ્લમશા હાજીશા રફાઇ સહિત બે ટીવી જોવા ગયેલ અને મોડી રાત્રી થતા ઘરે જવાનું કહી ટીવી બંધ કરતા આ પ્રશ્ને બોલાચાલી કરી આરીફશા ઉપર પાઇપ વડે હૂમલો કરી ચાર દાંત પાડી નાખ્યાની ફરીયાદ પોલીસમાં થવા પામી છે.

બાબરામાં મકાનમાંથી ચોરી

બાબરામાં રહેતા પ્રભાબેન રમેશભાઇ દવેના બંધ મકાનના નકુચા તોડી અંદરથી સોના - ચાંદીના દાગીના તથા રોકડ અને બાઇક મળી કુલ કિ. પ૦,૦૦૦ ના મુદામાલની કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઇ ગયાની ફરીયાદ બાબરા પોલીસમાં થવા પામી હતી.

(3:18 pm IST)