Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સાવરકુંડલાનાં ભમ્મર ગામની સીમમાં રણછોડરાયના મંદિરમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી તા.૨૦: સાવરકુંડલાના ભમ્મર ગામની સીમમાં વનાળા આશ્રમમાં રણછોડરાયના મંદિરમાં અજાણ્યા તસ્કરો ત્રાટકી અંદરથી ચાંદીના મુગટ,હાર, તોડા, નેત્ર, કુંડળ, નેણ કુલ કિ.રૂ. ૮૮,૫૦૦ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ ગોપાલભાઇ બાબુભાઇ દાણીધારીયાએ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સાવરકુંડલા ના બગોયામાં ગ્રામ પંચાયત કચેરીમાં હિસાબ પ્રશ્ને બઘડાટી

સાવરકુંડલાના બગોયામાં ગ્રામ પંચાયતની મિટીંગમાં લોકફાળાના રૂપિયા ૩૫ હજારનો હીસાબ અશ્વિનભાઇ બાબુભાઇ કોઠીયાએ પુછતા બોલાચાલી થતા રમેશ બધા વાઢેર, પરેશ મનુ કોઠીયાએ ગાળો દઇ ખુરશીના છુટા ઘા મારી હાથ પર ઇજા કરી ઢીકાપાટુનો માર મારી ધમકી આપતા પંચાયતીરાજમાં ગરમાવો જોવા મળ્યો હતો.

(1:39 pm IST)