Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પેટાચુંટણી પહેલા ગુરૂવારે જસદણમાં ભાજપનું સ્નેહમિલનઃ શકિત પ્રદર્શન

જસદણ તા.૨૦: જસદણ બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાવાની છે ત્યારે જસદણમાં આગામી ગુરુવારે ભાજપનું સ્નેહમિલન યોજાશે જેમાં ભાજપના અડધો ડઝનથી વધારે મંત્રીઓ, એક ડઝન જેટલા ધારાસભ્યો સહિત પ્રદેશ ભાજપના નેતાઓની ફોજ ઉપસ્થિત રહેશે જસદણમાં ગુરુવારે સાંજે ૪ કલાકે આટકોટ રોડ ઉપર, ફાયર સ્ટેશન સામે, વેલા ભાઈઙ્ગ ગેલાભાઈ છાયાણીના મેદાનમાં જસદણ વિધાનસભા વિસ્તારનું ભાજપનું સ્નેહમિલન યોજાશે. જેમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાદ્યાણી તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,ઙ્ગ પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, શિક્ષણઙ્ગ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુ, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, મંત્રી વાસણભાઈઆહિર,ઙ્ગ મંત્રી વિભાવરીબેન દવે તેમજ રાજકોટ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા, ભારતીબેન શિયાળ, રાજેશભાઇ ચુડાસમા, દેવજીભાઈ ફતેપરા, નારણભાઈ કાછડીયા, ધારાસભ્યો આર. સી. મકવાણા, દેવાભાઈ માલમ, ભીખાભાઇ બારૈયા, રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, જેઠાભાઇ ભરવાડ, કેશુભાઇ નાકરાણી,ઙ્ગ શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા,ઙ્ગ ભવનભાઈ ભરવાડ, બોર્ડ નિગમના ચેરમેન નરેન્દ્ર ભાઈ સોલંકી, ધનસુખભાઈ ભંડેરી, મહેન્દ્રસિંહ સરવૈયા, જસદણ રાજવી સત્યજીતકુમાર ખાચર,હીરાભાઈ સોલંકી, શંકરભાઈ વેગડ, રમેશભાઈ મુંગરા, પૂર્વ મંત્રીઓ આત્મારામભાઇ પરમાર, કિરીટસિંહ રાણા,જયંતીભાઇ કવાડીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી કે સખીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ બાબુભાઇ જેબલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા,પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ તેમજ વકફ બોર્ડના ચેરમેન સૂફી સંત સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. સ્નેહમિલન કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન સમારોહ યોજાશે આ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેવા પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ કે બોદ્યરા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુવરજી ભાઈ બાવળીયા નિશ્યિત છે અને અને પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે જસદણ વિધાનસભા વિસ્તારનું ભાજપનું આ સ્નેહ મિલન ભાજપના શકિત પ્રદર્શન સમાન માનવામાં આવે છે આ સ્નેહમિલન માટે જસદણ શહેર ભાજપના પ્રભારી અશોકભાઈ મહેતા, સહપ્રભારી ચંદુભાઈ કચ્છી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, જસદણ શહેરના ઇન્ચાર્જ ભરતભાઈ અનડકટ, જિલ્લા ભાજપ મંત્રી હિરેનભાઈ સાકરીયા, જિલ્લા મહિલા ભાજપ મંત્રી રમાબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, દુરગેશભાઇ કુબાવત, પંકજભાઈ ચાવ, હરેશભાઈ હેરભા,ઙ્ગ ધીરુભાઈ રામાણી, રમેશભાઈ સાકરીયા, રાજુભાઈ ધાધલ, બીજલભાઈ ભેંસજળીયા, ભરતભાઈ છાયાણી, સોનલબેન વસાણી,ભરતભાઈ ધારૈયા, નરેશ ભાઈ ચોહલીયા, નરેશભાઈ દરેડ મુન્નાભાઈ સોજીત્રા, અશોકભાઈ ગાંધી વિઠ્ઠલભાઈ સખીયા પ્રેમજીભાઈ રાજપરા, ભુપતભાઈ કેરાળિયા ધનશ્યામભાઈ ચાંવ, મધુભાઈ છાયાણી, અલ્પોશભાઈ રૂપારેલીયા, કાર્તિકભાઈ હુદડ, હરેશભાઈ હિરપરા, લાધાભાઈ છાયાણી,ઙ્ગ ધીરુભાઈ ભાયાણી, પોપટભાઈ રાજપરા, ખોડાભાઈ ખસિયા, અલ્લાઉદીન ભાઈ ફોગ,ઙ્ગ દિનેશભાઈ હિરપરા, ભીખાભાઈ રોકડ, મનસુખભાઈ જાદવ, નિમેષભાઈ શુકલ, અરૂણભાઇ વદ્યાસિયા, જયુભાઈ બોરીચા, સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે

(3:16 pm IST)