Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જૂના ઝઘડાના ખારમાં ધ્રોલની કોર્ટના કમ્પાઉન્ડમાં યુવાન ઉપર હૂમલો : રાજકોટના ૯ શખ્સો સામે રાવ

જામનગર તા. ૨૦ : ધ્રોલમાં આવેલ લંઘા શેરીમાં રહેતા બસીરભાઈ અલારખાભાઈ હાજીએ ધ્રોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, આ કામેના આરોપીઓ સાથે દોઢેક વર્ષ પહેલા થયેલ ઝઘડાનો તેમજ આઠેક મહીના પહેલા ફરીયાદીની દિકરાને રાજકોટ ખાતે થયેલ ઝઘડામાં આરોપીઓ વિરૂઘ્ધ ફરીયાદી કરેલ હોય તેનો ખાર રાખી ધ્રોલ કોર્ટ કમ્પાઉન્ડ પાસે પાર્કિંગમાં આરોપીઓ ફીરોઝ ફકીરમામદ કાનીયા, ઈમ્તીયાઝ ફરીરમામદ કાનીયા, મોહસીન ઈસ્માઈલ કાનીયા, હનીફ અલારખા, ઈરફાન ફરીરમામદ કાનીયા અને ઈમરાન કાનીયા તથા ત્રણ અજાણ્યા ઈસમો રહે. બધા રાજકોટવાળાઓએ ગેરકાયદે મંડળી રચી જીવલેણ હથીયારો ધારણ કરી ફરીયાદીના દિકરા ઈનાયતને પેટના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ કરી ગુન્હો કરેલ છે.

હાર્ટએટેક આવી જતા યુવકનું મોત

દિગ્જામ સ્ટાફ કવાર્ટરમાં રહેતા મનોહરસિંગ બંજરગસિંગ શેખાવતએ પોલીસમાં જાહેર કરેલ છે કે,  વિક્રમસિંગ બજરંગસિંગ શેખાવત ઉ.વ. ૪૭ ને હાર્ટએટેક આવી જતા સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

બીમારી સબબ મહિલાનું મોત

અહીં ૪પ દિ.પ્લોટમાં આવેલ સમાતવાસમાં રહેતા રવીભાઈ વિનોદભાઈ કબીરાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, જયોતિબેન રવીભાઈ કબીરા ઉ.વ. ૩૪ ને બી.પી.ની તથા ડાયાબીટીસની બીમારી હોય તેની તબીયત વધુ ખરાબ થઈ જતાં તબીબે તેણીને મૃત જાહેર કરેલ હતી.

આમરા ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રભાતસિંહ ગંભીરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,આમરા ગામે પ્રવિણભાઈ ધનજીભાઈ પરમાર એ  મેકડોવેલ્ડ નં.–૧ ડીલકસ વ્હિસ્કીની બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦નો રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

મુંગણી ગામના પાદરમાં દારૂ–ચપટા ના જથ્થા સાથે બે ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રભાતસિંહ ગંભીરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મુંગણી ગામના પાદરના ગેઈટ પાસે ક્રિપાલસિંહ ઉર્ફે ભુરો પ્રવીણસિંહ જાડેજા, અક્ષય હસમુખભાઈ વાઘેલા એ ગેરકાયદેસર હિરો હોન્ડા સ્પેલેન્ડર મોટરસાયકલ નં. જી.જે.–૧૦–સી–એલ–પપપ૩ ઉપર ઈંગ્લીશ દારૂની બોટલો નંગ–૧૬, કિંમત રૂ. ૮૦૦૦ તથા ચપટા નંગ– ર૦ કિંમત રૂ.ર૦૦૦ તથા બીયર ટીન નંગ–૮, કિંમત રૂ.૮૦૦ તેમજ હિરો હોન્ડા મોટરસાયકલ કિંમત રૂ.રપ૦૦૦ મળી કુલ રૂ.૩પ,૮૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મુંગણી ગામે રહેણાક મકાનમાંથી દારૂ ઝડપાયો

 સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયદેવસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મુંગણી ગામ પાણીના ટાંકા પાસે અશ્વિનભાઈ માલજીભાઈ પરમાર એ  રોયલ ઈન્વી એકયુલીજીવ પ્રીમીયમ વ્હીસ્કી ની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦ નો રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રભાતસિંહ ગંભીરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  મુંગણી ગામ, રામમંદિર પાસે ચિરાગ રામજીભાઈ પરમાર એ બ્લુ ઇસ્ટ યોર ગ્રીન વોડકાની બોટલો નંગ–૧, કિંમત રૂ.પ૦૦ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(1:23 pm IST)