Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

કોટડા સાંગાણીના આંબલીયાળા ગામના ખાંટ પ્રોૈઢ ખીમજીભાઇ છોટાહાથીના ઠાઠામાંથી પડી જતાં મોત

થોરડી ગામે વેવાઇનું અવસાન થયું હોઇ ખરખરે જતી વખતે બનાવઃ મકવાણા પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૦: કોટડા સાંગાણીના આંબલીયાળા ગામે રહેતાં ખીમજીભાઇ મંગાભાઇ મકવાણા (ઉ.૫૫) નામના ખાંટ પ્રોૈઢ ગઇકાલે સવારે છોટહાથીમાં બેસી બીજા કુટુંબીજનો સાથે થોરડી ગામે વેવાઇનું અવસાન થયું હોઇ ત્‍યાં ખરખરે જઇ રહ્યા હતાં ત્‍યારે ચાલુ વાહને ઠાઠામાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મોત નિપજ્‍યું હતું.

હોસ્‍પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે કાગળો કરી કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર ખીમજીભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને ચાર પુત્ર છે. બીજા કુટુંબીજનો સાથે ખરખરે જવા તેઓ છોટાહાથી વાહનના ઠાઠામાં પલાઠી વાળીને બેઠા હતાં. રોદો આવતાં ચાલુ વાહનમાંથી ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી અને સારવારમાં દમ તોડી દીધો હતો. આ બનાવથી મકવાણા પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(12:16 pm IST)