Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મેંદરડામાં પ્રાણનાથજી મહોત્સવનો પ્રારંભ

કળશ યાત્રાનું પરિભ્રમણઃ તારતમ સાગરનાં ૧૦૮ પારાયણ મહોત્સવમાં ભાવિકો ઉમટયા

મેંદરડા તા. ર૦ :.. અહીં પ્રાણનાથજી ચતુય મહોત્સવ ૧૦૮ પારાયણનું કૃષ્ણ પ્રણામી મંદિર મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કૃષ્ણ સંપ્રદાયના વિવિધ ધર્માચાયો કથાનું રસપાન કરાવશે.

આજે સવારે અહાશતીત પ્રણામી મંદિરથી કળશ યાત્રા મુખ્ય માર્ગ ઉપર કરી પારાયણ સ્થળ સુધી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

સુરતથી શ્રી સુર્યનારાયણ મહારાજ કરનાલ ષી. શ્રી જગતરાજ મહારાજા તથા જુનાગઢ જિલ્લાના સર્વ સુંદરસાથ કળશ યાત્રામાં જોડાયા હતાં.

તા. ર૦ થી ર૬ સુધી સામાકાંઠે આલીધ્રા રોડ પર દેવાણદભાઇ સોલંકીના નિવાસસ્થાન પાસે પ્રાણનાથજી પાગટયના ૪૦૦ વર્ષ નિમિતે ચતુથ શતાબ્દી મહોત્સવ તથા તારતમ સાગરના ૧૦૮ પારાયણ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયેલ આ પ્રસંગે કૃષ્ણ સંપદાયના વિવિધ ધમાચાયો કથાનું રસપાન કરાવશે.

કળશયાત્રા, શોભાયાતરા, મહાઆરતી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

(3:20 pm IST)